• સરકારી હોસ્પિટલઓ દર્દીઓથી ફૂલ થઈ રહી છે.
  • કેટલીક હોસ્ટેલમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરાઇ રહ્યા છે.
  • ગત વર્ષથી રેલવે દ્વારા ટ્રેનના 19 કોચને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા.

WatchGujarat. રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાએ ફરી એક વાર પોતાનો કહેર વરસાવ્યો છે. અમદાવાદ સહિત આખા રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સરકારી અને ખનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે વધતા જતા દર્દીઓની સંખ્યાને જોતા કેટલીક હોસ્ટેલમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરાઇ રહ્યા છે. પરંતુ ગત વર્ષથી રેલવે દ્વારા ટ્રેનના 19 કોચને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા હતા. તેનો હજુ સુધી ઉપયોગ નહી કરતા ધૂળ ખાઈ રહેલી હાલતમાં પડ્યા છે.

કોરોનાના વધતા કેસો ઓછા થતા નથી. અને દર્દીઓને હોસ્પીટલોમાં જગ્યા મળી રહી નથી. તેવા માં રેલ્વે દ્વારા ગત વર્ષે તૈયાર કરવામા આવેલા 19 જેટલા આઇસોલેશન વોર્ડ અમદાવાદ જંકશનમાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. કોરોનાના કેસો વધે તો આઇસોલેશન માટે રેલ્વે દ્વારા કોચને આઇસોલેશન વોર્ડ તરીકે ઉપયોગ કરી શકાય તે ઉદેશથી આ વોર્ડ તૈયાર કરવામા આવ્યા હતા.

એક હોસ્પીટલના રૂમમા હોય તેવી તમામ સુવીધાઓ સાથે એક વર્ષથી આ કોચ બનીને તૈયાર પડ્યા છે. પરંતુ આજદિન સુધી તેનો ઉપયોગ કરવામા આવ્યો નથી.

સંક્રમણ ન થાય તે માટે કોચની અંદરના અલગ પ્રકારના વોશબેઝિનના નળ અને ટોઇલેટને બાથરૂમમાં કન્વર્ટ કરવામા આવ્યા હતા. ઉપરાંત મોસ્કીટો નેટ પણ લગાવવામા આવી હતી. પરંતુ હવે તમામ કોચ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે.

ટેક્ષ પેયર પ્રજાના રૂપિયાથી બનાવવામા આવેલા આ કોચ પહેલા તો ખોખરા રેલવે યાર્ડમાં રાખવામાં આવ્યા હતા. પણ હાલમા તે ડીઆરએમ ઓફિસની પાછળ આવેલ યાર્ડમાં પડ્યા છે. જેને કદાચ હવે કોઈ જોવા પણ જતું નથી. મહત્વનું છે કે, સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી જતા તકેદારીના ભાગરૂપે તંત્રએ ખાનગી હોસ્પિટલ સાથે બેડ ફાળવવા આદેશ કર્યા છે.

દર્દીઓ પણ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બની રહ્યા છે. ત્યારે ગત વર્ષે કોરોનાના સંક્રમણ કેસોને વધતા આંકડાને ધ્યાને લઇ આ કોચને વોર્ડમાં કન્વર્ટ તો કરી દેવાયેલા પરંતુ આજ સુધી તેનો ઉપયોગ થયો નથી. જોકે આ વોર્ડનો ઉપયોગ થાય તે જરૂરી છે. જોકે, તંત્ર આ કોચનો કેટલો ઉપયોગ કરે છે તે તો હવે જોવું જ રહ્યુ છે, અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમ ઘણી જગ્યાએ આવા કોચ બનાવવામાં આવ્યા હતા. જે હવે ધૂળ ખાઇ રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud