• નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવાની GCAની લાહ્ય IIM-A સહિત શહેરના લાખો લોકોને ભારે પડી
  • મેચ જોવા ગયેલા અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓમાંથી 5 કોરોનાગ્રસ્ત થયા
  • અમદાવાદ IIM-Aમાં અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા
  • અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની ભીડ ભેગી થઈ અને અમદાવાદને જોખમમાં મુકી દીધું.
  • ભારત-ઈંગ્લેન્ડની T20 મેચમાં ભાગ્યે જ કોઈ પ્રેક્ષક માસ્કમાં જોવા મળ્યો હતો.

WatchGujarat રાજ્યમાં ચૂંટણીબાદ કોરોનાના કેસો સતત વધી રહયા છે. જેમાં ફરી એક વાર અમદાવાદ શહેર હોટસ્પોટ બની રહ્યું છે. ત્યારે અમદાવાદ IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. કેમ્પસમાં 38 વિદ્યાર્થી સહિત કુલ 40 લોકો કોરોનાં પોઝિટિવ આવ્યા છે. જે પૈકી 5 વિદ્યાર્થીઓ તો એવા છે કે તેઓ ગત 12 માર્ચના રોજ યોજાયેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળવા ગયા હતા. સંસ્થાના કુલ 6 વિદ્યાર્થી મેચ જોવા ગયા હતા. જેમાંથી 5નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો. 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું છે. આમ, મેચમાં વધુને વધુ પ્રેક્ષકો ભેગા કરવાની ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની લ્હાયમાં અમદાવાદ IIM જેવી અનેક સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ લાખો લોકોની જિંદગી દાવ પર લાગી ગઇ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની ભીડ ભેગી થઈ અને અમદાવાદને જોખમમાં મુકી દીધું.

અમદાવાદ IIMના 6 વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા હતા. આમાંથી 5 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 40 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. AMCમાં ડોમ ઉપર ચેકીંગ કરતા પરંતુ પોતાના વતનના સરનામાં સાથે ટેસ્ટ કરાવતાં હતા. ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી બાદ બાકીના વિદ્યાર્થીઓના ગુરુવારે ચેકીંગ હાથ ધરાયા હતા. જેમાં 17 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. કોરોના ટેસ્ટ કરતાં બે પ્રોફેસર પણ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.

ભારત-ઈંગ્લેન્ડની T20 મેચમાં ભાગ્યે જ કોઈ પ્રેક્ષક માસ્કમાં જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કોરોના હવે પીક પર આવી ગયો છે. રાજ્યમાં આજે ઓલટાઈમ ન્યુ હાઈ 1,961 નવા કેસ નોંધાયા છે, છેલ્લા બે દિવસથી 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 24 માર્ચે 1,790 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 9 હજારને પાર થયો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં 1405 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે સુરત શહેરમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,473 થયો છે. ગઈકાલે નવા વર્ષમાં પહેલીવાર 8 દર્દીના મોત નોંધાયા હતા.

અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી

24 માર્ચે 1,790 કેસ, 23 માર્ચે 1730, 22 માર્ચે 1,640 અને અગાઉ 27 નવેમ્બરે 1,607 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 95.29 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 33 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે અને હાલ 9372 એક્ટિવ કેસ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud