હૉસ્પિટલના કર્મચારી પર એસિડ ફેંકાયું, કારણ જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં
શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
એસિડની બોટલ પણ હોસ્પિટલના સિરોલોજી વિભાગમાંથી લઈ ને એસિડ એટેક કર્યો
WatchGujarat. શહેરમાં એક એસિડ એટેકની ઘટના બની છે. હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી પર એસિડ એટેક કરવામાં આવ્યો અને તે પણ સામાન્ય તકરારનો બદલો લેવાના ઈરાદે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં અનેક દર્દીઓ પોતાની સારવાર માટે ડોક્ટર ના ભરોસે આવતા હોય છે. પરંતુ સારવાર લેવાની જગ્યાએ ગુનાહિત કૃત્ય આચર્યું છે જેને પગલે હોસ્પિટલના એક કર્મચારીએ હવે સારવાર લેવી પડી રહી છે.
શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે હોસ્પિટલના લેબ ટેક્નિશિયન સાથે તકરાર કરી અને એસિડ એટેક કર્યો છે. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીએ CCTVના આધારે ગુનો નોંધ્યો છે. શહેરકોટડા પોલીસને બનાવ અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી. જોકે બનાવ અંગેની જાણકારી મેળવતા મહત્વના સીસીટીવી ફૂટેજ હાથે લાગ્ય હતા.
https://youtu.be/Ipt82nJbBSM
સીસીટીવી ફૂટેજ જેમાં એક શખ્સ આસાનીથી હોસ્પિટલમાં ઘુસી જાય છે. અને બાદમાં લેબ ટેકનિશિયન રમેશ વાઘેલા પર હુમલો કરી નાખે છે. ત્યારે સવાલ ઉભા થાય છે કે આટલી મોટી ઘટના બની ત્યારે હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા? માનવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા સારુ હોસ્પિટલમાં આવતો હતો. અને તેના બદલામાં રૂપિયા પણ મેળવતો હતો.
દરમિયાન લેબ ટેકનીશીયન રમેશ વાઘેલા પ્રકાશ સોલંકી થી સારી રીતે પરિચિત હતો. જોકે રૂપિયાને લઈ ઉભી થયેલી જરૂરિયાત ન સંતોષાતા પ્રકાશ સોલંકી રમેશ વાઘેલાને બ્લડ વેચી આપવા માટે કહેતા રમેશ વાઘેલાએ અન્ય હોસ્પિટલનો સંપર્ક કરવાનું કહ્યુ હતું. ત્યારે ઉશ્કેરાયેલા પ્રકાશ સોલંકીએ હોસ્પિટલમાં જ તકરાર કરવાનું શરૂ કરી દીધું અને એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસ કરી તો એસિડ એટેક કરનાર પ્રકાશ સોલંકીની માતા લીલાબેન શારદાબેન હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડ માં નોકરી કરે છે. જે એક કારણથી પણ પ્રકાશ હોસ્પિટલમાં અવારનવાર આવતો હોય છે. આ ઉપરાંત હોસ્પિટલમાંથી એસિડની બોટલ પણ સિરોલોજી વિભાગમાંથી લઈ ને એસિડ એટેક કર્યો હતો. હાલ તો શહેરકોટડા પોલીસે આરોપી પ્રકાશ સોલંકિ વિરુદ્ધ સરકારી કામકાજમાં રૂકાવટ અને હોસ્પિટલમાં મારામારી કરવાના ગુના અંગેની ફરિયાદ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.