• અમદાવાદ (Ahmedbad Satellite police station) સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પાયલ રોહતગી (Payal Rohatgi) સામે ફરીયાદ નોંધાઇ
  • સોસાયટીના પ્રમુખ અને સભ્યોને વોટ્સઅપ ગૃપ તેમજ સોશિયલ મીડિયામાં (Social Media) અભદ્ર મેસેજ અને કોમેન્ટ કરવામાં આવી હતી.
  • સોસાયટીના બાળકોને કોમન પ્લોટમાં રમવા બાબતે ટાટીયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી.
Gujarat, Bollywood Actress Payal Rohatgi, Social Media Image

Watchgujarat. બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress Payal rohatgi) પાયલ રોહતગી ફરી એક કત ભાન ભૂલતા વિવાદોમાં સપડાઇ છે. પાયલ રોહતગી સામે તેની સોસાયટીના ચેરમેન દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જેના પરિણામે પોલીસે તપાસ કરતા આખરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બોલિવૂડ એક્ટ્રેસ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વિડિઓ મુકવા બાબતે પાયલ રોહતગી સામે રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સુંદરવન એપાર્ટમેન્ટના ચેરમેન પરાગ શાહે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, સુંદરવન એપાર્ટમેન્ટમાં પાયલ રોહતગીના માતા-પિતાનો ફ્લેટ આવેલો છે. છેલ્લા દોઢ વર્ષથી પાયલ રોહતગી તેના માતા-પિતા સાથે ફ્લેટમાં રહેવા આવી છે. ગત તા. 20 જુનના રોજ સોસાયટીની એ.જી.એમ હોવાથી તમામ સભ્યો મીટીંગમાં માટે ભેગા થયા હતા. તેવામાં પાયલ રોહતગી સભ્ય ન હોવા છતાં મીટીંગમાં આવી પહોંચી હતી. જેથી તેણે જણાવવામાં આવ્યું કે, ફ્લેટ તમારા માતા-પિતાના નામે છે અને મીટીંગમાં તેઓ હાજર છે. જેથી તમે વચ્ચે બોલશો ના…

આટલુ કહેતા જ પાયલ રોહતગીએ ચેરમેન સહિત સોસાયટીના સભ્યો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પરાગ શહાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સોસાયટીના સભ્યોને વિડિઓ ઉતાર તમને ના પાડવામાં આવી તો તેએ વધારે ઉશ્કેરાઇ જઇ ગાળો ભાંડી હતી. તેમજ સોસાયટીના વોટ્સઅપ ગૃપમાં પાયલનો નંબર એડ હોય, જેથી તેણીએ ગૃપમાં અભદ્ર મેસેજ નાખતા તમામે વાંચતા પાયલને ટકોર કરવામાં આવી હતી. ત્યારબાદ પાયલે તે મેસેડ ડિલિટ કરી નાખ્યો હતો.

Bollywood Actress Payal Rohatgi
Bollywood Actress Payal Rohatgi

વાત આટલે અટકી નહિં સોસાયટીના ટેરમેન તેમજ સભ્યો સામે છેલ્લા ચાર મહિનાથી ઇન્સટાગ્રામ એકાઉન્ટ Team Payal Rohtagi  ઉપર ફેમેલી પ્લાનીંગ નથી કરતા અમારી સોસાયટીના અમુક લોકો અને ફેમીલી પ્લાનીંગ માટે વિચારતા પણ નથી તેવો વિડિઓ બનાવી અપલોડ કર્યો હતો. તેમજ ગત તા. 23 જુના રોજ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, હમારી સોસાયટીના ચેરમેન હે વો ગુંડાગીરી કરતા હૈ… તથા અન્ય લોકો વિરૂદ્ધ પણ ઉશ્કેરણીજનક અને અભદ્ર લખાણ લખી પોસ્ટ કરી હતી. તદઉપરાંત પાયલે ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ચેરમેન સહિત સભ્યોને ધમકી આપી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની આ હરકતોથી કંટાળી આખરે સોસાયટીના ચેરમેન દ્વારા સેટેલાઇન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરીયાદના આધારે પાયલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાયલ રોહતગી સામે અગાઉ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક વિડિઓ મુકવા મામલે રાજસ્થાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Bollywood actress payal rohtagi arrested by Ahmedabad Satellite police

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud