અમદાવાદ બાવળા સાણંદ (Sanand-Bavla Highway) હાઇવે પરના પુલ પર ગત રોજ બનેલી ઘટના
ડમ્પરના ટાયર નિચે 15 વર્ષીય અમિતની કમરથી નીચેનો ભાગ છુંદાઇ ગયો છતાં હિમ્મત ન હારી
અમિત કણસતો રહ્યો અને ઓ માડી… પપ્પાની ચીસો પાડતો રહ્યો…
સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ ધક્કો મારી ડમ્પર હટાવી અમિતને બહાર કાઢ્યો
અમદાવાદની (Ahmedabad) ખાનગી હોસ્પિટલમાં અંતે સારવાર દરમિયાન અમિતનુ મોત નિપજ્યું
[caption id="attachment_1290943" align="aligncenter" width="1280"] અમદાવાદ બાવળા - સાણંદ હાઇવે પર સર્જાયેલો રૂવાટા ઉભા કરી નાખતી ધટના[/caption]
WatchGujarat. અમદાવાદના બાવળા- સાણંદ હાઇવે પરના પુલ પર પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઇક સવાર બે કિશોરોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક પર સવાર એક કિશોર ડમ્પરના ટાયર નીચે આવી જતા તેની કમરથી નીચેનો ભાગ છુંદાઇ ગયો હતો. આ દ્રશ્યો જોઇ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે અસહ્ય પીડાથી કણસતા હિમ્મતવાન કિશોરને પોલીસ અને સ્થાનિકોએ ડમ્પરને ધક્કો મારી ખસેડી કિશોરને બહાર કાઢી લીધો હતો. પરંતુ કુદરતને કદાચ તે જીવે તે મંજુર ન હતુ, જેથી હોસ્પિટલમાં સારવાર ગંભીર ઇજાગ્રસ્ત કિશોરનુ મોત નિપજ્યું હતુ.
આ બનાવની વિગત એવી છે કે, બાવળા સ્થિત રામદેવપીર મંદિરની બાજુમાં ડરણ રોડ પર રહેતા ગણેશભાઇ મંગાભાઇ બરડિયા (મારવા) ગત રોજ બપોરના ત્રણ વાગે બજારમાં કામ અર્થે જવા માટે હાર્દિકભાઈ વાઘેલાનું બાઈક લઇને જવા નીકળયો હતો. અને પોતાની સાથે કુટુંબી કાકાના દીકરા અમિતને (ઉં.વ. 15) પણ સાથે લઇને નિકળ્યો હતો. જ્યારે બાઈક રામદેવપીરના મંદિરથી હાઇવે રોડ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન પાછથી પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે બાઇક સવાર બન્ને કિશોરેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 15 વર્ષીય અમિત ડમ્પરના ટાયર નીચે આવી જતા તેની કમરથી નીચેનો ભાગ કચડાઇ ગયો હતો. આ દ્રશ્યો જોતા સ્થાનિકો એકત્ર થયા અને ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
https://twitter.com/WatchGujarat/status/1420393127848734723?s=08
દરમિયાન અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમિતને ડમ્પર નીચેથી કાઢવાની તજવીજ શરુ કરી દીધી હતી. ડમ્પર નીચે ફસાયેલા અમિતને કાઢવાં માટે ભારે જેહમત લગાવી હતી. પરંતુ તેને બહાર કાઢવામાં ભારે મુસીબત સર્જાઈ હતી.
કલાકોની ભારે જેહમત બાદ તરફડીયા મારતા અમિતને બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 દ્વારા નજીકના સરકારી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમિતને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે બવાવળા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ભાગી ગયેલા ડમ્પર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ડમ્પર નીચે ફસાયેલો અમિત બુમો પાડતો રહ્યો ઓ માડી ઓ પપ્પા….
ડમ્પરના ટાયર નીચે કમર સુધીનો ભાગ આવી જતા અમિત તરફડીયા મારી રહ્યો હતો બચાવો બચાવો મને અહીંયાથી કાઢો ,જલ્દી કરો એવી બૂમો પડી રહ્યો હતો. પરંતુ ડમ્પરચાલાક ડમ્પર છોડીને ભાગી ગયો હતો એ કારણે રાહદારીઓ અને પોલીસ દ્વારા ડમ્પરને ધક્કો મારી અને અમિતને બહાર કાઢિયો હતો બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.