• બેંક દ્વારા મિલકતની ખરાઇ કરવા સોસાયટીના ચેરમેનને પત્ર લખ્યો અને ભાંડો ફૂટ્યો
  • નવરંગપુરા પોલીસે ગાંધીધામ આદિપુરના યુવક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

WatchGujarat ગાંધીધામના આદિપુરમાં રહેતા યુવકે રૂપિયા બે કરોડની બિઝનેસ લોન લેવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા અને બેંકમાં લોન મેળવવા માટે રજૂ કર્યા હતા. યુવકે રજૂ કરેલા મિલકતની ડૉક્યુમેન્ટના આધારે સોસાયટીના ચેરમેનને બેંક દ્વારા પત્ર લખતા તે યુવકના નામની કોઈ મિલકત ના હોવાનું ભાંડો ફૂટી જતાં બેંકના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા નવરંગપુરા બ્રાન્ચના મેનેજર અવિનાશ સિંઘે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નિખિલ ભટ્ટ (રહે, આદિપુર, ગાંધીધામ) નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ હતી કે, ગત ૧૯મી જાન્યુઆરીએ આનંદ નગર રોડ પર આવેલા ભારદ્વાજ ઇન્ટરનેશનલના પ્રોપરાઇટર નિખિલ ભટ્ટે રૂપિયા બે કરોડની બિઝનેસ લોન લેવા માટે અરજી કરી હતી. જેના માટે શિવ શ્યામ એસોસિયેશન, ગુલબાઈ ટેકરા, નવરંગપુરા વિસ્તારમાં આવેલી દુકાનને મિલકતના મોર્ગેજ તરીકે મૂકવાનુ જણાવ્યું હતુ. જેમાં પ્રોપર્ટીના માલિક તરીકેના પુરાવા નિખિલ ભટ્ટે શેર સર્ટિફિકેટ, પઝેશન લેટર, એલોટમેન્ટ લેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રસીદો રજૂ કરી હતી.

નિખિલ ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ડોક્યુમેન્ટમાં તેનું નામ હતું. આ તમામ દસ્તાવેજો કેવાયસી અને બેલેન્સશીટ, જીએસટી રિટર્ન, બેંક સ્ટેટમેન્ટ અને આઈટી રિટર્ન વગેરે દસ્તાવેજો એપ્લિકેશન સાથે બેંકમાં રજૂ કર્યા હતા. ત્યારે બેંકની બ્રાંચ ઓફીસ દ્વારા કેવાયસી દસ્તાવેજો વેરીફાઈ કરવામાં આવ્યા હતા. અને આ ફાઇલ તેઓના MSME ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ માટે મોકલી આપી હતી. જ્યાં મિલકતના વેલ્યુએશન માટે અને ટાઇટલ ક્લિયર માટે તજવીજ કરવામાં આવી હતી.

દરમિયાન મિલકતની ખરાઈ કરવા માટે લોન વિભાગના મેનેજરે શિવ શ્યામ સોસાયટીના ચેરમેનને પત્ર લખ્યો હતો. પત્ર લખ્યાબળ ભાંડો ફૂટ્યો હતો અને ત્યારે તેઓને જાણ થઈ હતી કે, તેઓની સોસાયટી દ્વારા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ઇસ્યૂ કરવામાં આવ્યા નથી. તેમજ નિખિલ ભટ્ટ દ્વારા જે મિલકતના ડોક્યુમન્ટ રજૂ કરવામાં આવ્યા છે. તે મિલકતના માલિક ડોક્ટર ભરત રક્ષક છે. સોસાયટીના ચેરમેન દ્વારા પત્રમાં જણાવ્યા અનુસાર નિખિલ ભટ્ટ બેન્ક સાથે છેતરપિંડી કરવાના આશ્રયથી જોડાયો હોવાનું બહાર આવતા બેંક દ્વારા નિખિલ ભટ્ટની લોન નામંજૂર કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત બેંક મેનેજર દ્વારા સમગ્ર બનાવ અંગે નવરંગપુરા બ્રાન્ચ મેનેજરને જાણ કરવામાં આવી હતી. જેથી નવરંગપુરા બ્રાન્ચ મેનેજરે નિખિલ ભટ્ટ વિરુદ્ધ નવરંગપુરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સમગ્ર મામલે ગાંધીધામ આદિપુરના નિખિલ ભટ્ટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud