• અમદાવાદ BTRS બસે વધુ એકનો ભોગ લીધો
  • રોન્ગ સાઈડ પર આવેલી બી આર ટી ની ટક્કરે પેપર વિતરકનું મોત
  • લોકોને બસ ચાલાક વિરુદ્ધ કાર્યવાહી માટે હાય હાય BTRS ના નારા લગાવ્યા
  • લોકોનો રોષ જોઈ બસ ચાલાક બસ ઉપર ચઢી ગયો

WatchGujarat. BTRS અવારનવાર ચર્ચામાં આવતી રહેતી હોય છે. જ્યાં અમદાવાદમાં બેફામ બનીને દોડતી રહતી BTRS બસે આજે સવારમાં એક પેપર વિતરક નો જીવ લીજધો છે.

આ ઘટના વહેલી સવારમાં અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલ પલ્લવ ચાર રસ્તા પર બની હતી. જેમાં રોંગ સાઈડમાં આવેલી BTRS બસની ટક્કરે થી એકટીવા ચાલાકનું મોત નીપજ્યું હતું. મૃતક જલુભાઈ દેસાઈ પેપર વિતરણનું કામ કરે છે. અને આજે વહેલી સવારમાં પેપર વિતરણનું કામ પતાવીને ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે  લોકોના તોડે-તોડા ભેગા થય ગયા હતા. અને લોકોએ બસ ચાલાક વિરુદ્ધ કાર્યવાહી માટે હાય હાય BTRS વગેરે જેવા નારા લગાવ્યા હતા. જેથી લોકોથી ગભરાઈને BTRS બસનો ચાલાક બસ ઉપર ચઢી ગયો હતો. જે અંગે B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત દેહને પીએમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી BRTS બસ ચાલાક સામે ગુનો નોંધી તજવીજ શરું કરી છે.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખાનામાં એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, BRTS બસ સ્ટેન્ડ આવેલ સીસીટીવી ફૂટેજ મુજબ એકટીવા ચાલાક રોડ ક્રોસ કરતો હતો. ત્યારે તેને બસ આવતી જોઈ ન હતી અને બસ સાથે ટક્કર વાગી હતી. વધુમાં તેમને બસ ચાલકનું નામ શંકર ડાયામાં જણાવ્યું હતું અને આ અંગે પોલીસ તાપસ ચાલી રહી છે.

રોંગ સાઈડ પર આવી રહેલી બસે એસિટિક ચાલકને અડફેટે લીધો હતો.

જલુભાઈ દેસાઇ તેમના પત્ની અને બે બાળોકો સાથે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે. જલુભાઈ છાપા વીતરકનું કામ કરે છે. રાબેતા મુજબ 6.30ની આસપાસ જલુભાઈ તેમનું છાપા વિતરણનું કામ પતાવીને એકટીવા લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પલ્લવ ચાર રસ્તા પાસે રોંગ સઈદ પરથી આવી રહેલી  BRTSની ઇલેકટ્રીક બસે તેમને અડફેટે લીધા હતા. જેથી જલુભાઈ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. રાહદારીઓ દ્વારા અકસ્માત અંગે 108ને જાણ કરાઈ હતી અને જલુભાઈને ઘટના સ્થળે યુવક દ્વારા પંપીંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ ઓક્સિજનની વધુ જરૂર હોવાના કારણે જલુભાઈનું ઘટના સ્થળે જ  મોટ નીપજ્યું હતું.

ટોળાનો રોષ જોઈ બસ ચાલાક બસની ઉપર ચઢી ગયો હતો

આ ઘટના અંગે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સાથે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને લોકોએ બસ ચાલાક વિરુદ્ધ કાર્યવાહી માટે હાય હાય BTRS વગેરે જેવા નારા લગાવ્યા જેથી બસ ચાલાક ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. આ અંગે બનાવની જાણ પોલીસને થતા B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને  પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘટના અંગે સમજાવટ કર્યા બાદ પરિવારજનોએ મૃત દેહ સ્વીકાર્યો હતો અને સાથે જ પોલીસે ટોળાના રોષને થાળે પાડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud