• કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ આવતા જ હવે લોકો બેફામ બની રહ્યા છે
  • ગત રોજ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં નબીરાઓ વચ્ચે કાર રેસ લાગી હતી
  • રેસમાં ચાલકે કાર ફૂટપાથ પર ચઢાવી દેતા શ્રમજીવી પરિવાર વિખેરાયો
  • ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા
Gujarat, Ahmedabad Late Night Car Race Hit & run
Gujarat, Ahmedabad Late Night Car Race Hit & run

Watchgujarat. કોરોનાની બીજી ઘાતક લહેર પર નિયંત્રણ આવતાની સાથે સરકારે આંશિક લોકડાઉનની નિયમોને હળવા કરી દીધા છે. છુટછાટ મળતા જ નબીરાઓ કાર રેસીંગ કરતા ગતરોજ અમદાવાદમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. શિવરંજની ચાર રસ્તા પાસે સોમવારે મોડી રાત્રે રાત્રી કર્ફ્યુ દરમિયાન એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી.

ઘટનામાં ફુટપાથ પર રહેતા અનેક લોકો કટડાયા હતા.સમગ્ર ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળત થયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. i20 કાર મીઠાખળીના શૈલેશ શાહ નામના વ્યક્તિની છે તેમજ કાર પર 9 ઈ-મેમો ભરવાના બાકી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ શકી હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો

  • બાબુભાઇ
  • જેતન (બાળક)
  • સુરેખા (બાળક)
  • વિક્રમ (બાળક)

પરિવારજનોનું પેટ ભરવા જમવાનું બનાવતી મહિલાને મળ્યું મોત

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલા લોકોને જરા પણ ખબર ન હતી કે તેમની સાથે થોડીવારમાં શું બનવા જઇ રહ્યું છે. મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. પરીવારનું પેટ ભરવા માટે જમવાનું બનાવી રહેલી સંતુબેન નામની એક મહિલાને કારે કચડી મારતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

વધુ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, કારમાં અકસ્માત સમયે ચાર લોકો બેઠા હતા. જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી. બે કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી અને ત્યાં સૂતેલા લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સમગ્ર બનાવમાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો. આ બનાવમાં સામેલ માલેતુજાર કોણ હતા તેમને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud