• ગ્રીન કોરિડોર મારફતે ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઈ જવાશે, રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે
  • એરપોર્ટથી ગાંધીનગરના આખા રૂટ પર DCP,ACP,PI,PSI સહિતના પોલીસકર્મી તહેનાત રહેશે
  • 50 વર્ષથી વધુની વયના અંદાજિત 1 કરોડ પાંચ લાખ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર

WatchGujarat ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. ત્યારે સાંજે 5 વાગે પુનાથી ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર “CORONA Vaccine” આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. વેક્સિનને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર DCP,ACP,PI,PSI સહિતના પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. #Corona

#Ahmedabad - સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે "CORONA Vaccine"

ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ-બંદોબસ્ત રહેશે. ગાંઘીનગરમાં તૈયાર કરવામાં આવેલા સ્ટોરેજ સેન્ટર ખાતેથી રાજ્યમાં નક્કી કરવામાં આવેલા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન પહોંચાડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી વેક્સિનને સીધી જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે.

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. #Corona

મુખ્યમંત્રી રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે એ મેડ ઇન ઇન્ડિયા છે એેનું ગૌરવ કરતાં કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છાશક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં, આપણા વૈજ્ઞાનિકાએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે, એ માટે મુખ્યમંત્રીએ અભિનંદન પણ આપ્યાં હતાં.

કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાનાં સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના અંદાજિત 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

More #Corona #vaccine #will arrive #ahmedabad #airport #5pm #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud