• હજારો કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
  • આમ આદમી પાર્ટીમાંથી બિઝનેસમેન રોહિત ખન્નાએ ફોર્મ ભર્યું

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડઘમ વાગી ગયા છે. ત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી હાથમા ઝાડુ લઈને રોડ શો શરૂ કર્યો હતો. આ રોડ શોમાં હજારો લોકો જોડાયા હતા. રોડ શો દરમિયાન શ્રમિક વર્ગે મનીષ સીસોદીયાને નારા લગાવીને વધાવી લીધા હતાં. જોકે રોડ શોમા મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના DY.CM મનીષ સીસોદીયા ગુજરાતમાં પહેલી વાર પ્રચાર કરવા માટે આવ્યા છે. ત્યારે તેમને મળેલા પ્રતિસાદથી કાર્યકરો અને ઉમદેવારનો જુસ્સો વધ્યો છે.

પત્રકાર પરિષદ યોજયાબાદ મનીષ સીસોદીયા સાથે ઉમેદવારો પણ રોડ શોમા શક્તિ પ્રદર્શન માટે જોડાયા હતા. તેમના રોડ શોમાં 200 જેટલા બાઇક અને મોટી સંખ્યામાં ઓટો રીક્ષા લઈને લોકો જોડાયા હતાં.

રેલી માં કોરોનાના નિયમોને નેવે મૂકીને કાર્યકતાઓએ પ્રચાર કર્યો હતો. જોકે 1 કિમિ લાંબી રેલીના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.જોકે રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ નો કાફલો પણ રેલી માં જોવા મળ્યો હતો.

એક તરફ DY.CM પૂર જોશમાં રોડ શો કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફ થલતેજ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીમાં બિઝનેસમેન રોહિત ખન્નાએ ફોર્મ ભર્યું હતું. રોહિત ખન્ના અમદાવાદના થલતેજ વિસ્તારમાં છેલ્લા 46 વર્ષથી રહે છે. ઓટોમાઇલ ક્ષેત્રમાં તે સફળ બિઝનેસમેન છે અને રિઆલટર, ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરન્ટ ચલાવતા જાણીતી વ્યક્તિ છે. તેમજ તે રાજકારણી પણ છે. રોહિત ખન્ના આમ આદમી પાર્ટી (આપ) ના સક્રિય સભ્ય હોવા ઉપરાંત પક્ષના અમદાવાદના થલતેજ એકમના પ્રમુખ પણ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud