• સવારથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી ચૂંટણી અધિકારીની હાજરીમાં EVM મોકલવાની કામગીરી શરૂ
  • આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન 48 વોર્ડના 4500થી વધુ મતદાન મથકમાં રહેશે.
  • EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા

WatchGujarat રાજ્યમાં આવતીકાલે રવિવારના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને બે દિવસમાં 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા માટે આજે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામા આવશે. ત્યારે સવારથી અલગ-અલગ વોર્ડમાં EVM મશીન મોકલવામાં આવી રહ્યા છે. શહેરના 16 સેન્ટર પરથી EVM રિસીવિંગ અને ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરના તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે.

આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન 48 વોર્ડના 4500થી વધુ મતદાન મથકમાં રહેશે. આવતીકાલે સવારે 6 વાગ્યાના મોકકોલ બાદ સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવશે.

મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે ચૂંટણી તંત્ર દ્વારા 48 વોર્ડમાં 192 સીટ પર મતદાન માટે 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન 16 રીટર્નીંગ ઓફીસર અને 16 આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે. મતદાન માટે તંત્ર દ્વારા EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે 28161 પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાર અને 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદારો, 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud