કૃષ્ણનગર વિસ્તારમાં અંકુર ઈન્ટરેનશલ સ્કૂલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે.
આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે.
હાલ કોરોના મહામારીને કારણે રાજ્યની શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ છે જેના કારણે અહીં મોટી જાનહાની સર્જાતા ટળી છે.
WatchGujarat. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. ત્યારે 108 એમ્બ્યુલન્સને પણ રવાના કરવામાં આવી છે. 6થી 7 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી હાલમાં આપવામાં આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
નોંધનીય છે કે શહેરના વટવા જીઆઈડીસીમાં ફેઝ-4 ખાતે આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
https://twitter.com/WatchGujarat/status/1380414705605353473?s=20
આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.
હાલ કોરોના મહામારીને કારણે રાજ્યની શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ છે જેના કારણે અહીં મોટી જાનહાની સર્જાતા ટળી છે. હાલ આ શાળામાં ચાર બાળકો ફસાયા છે. તેઓ આજે શાળામાં કેમ આવ્યા હતા તે અંગેની માહિતી હજી સામે આવી નથી. આ આગ કયા કારણથી લાગી હતી તે અંગે ફાયરવિભાગે જણાવ્યું કે, હજી આ આગ પાછળનું કારણ સામે આવ્યું નથી. પહેલા આ આગ પર કાબુ મેળવવામાં આવશે તે બાદ તપાસ કરવામાં આવશે કે આ આગ કયા કારણોસર લાગી હતી. આ ફસાયેલા બાળકો હાલ શાળાના ધાબા પર ઉભા છે. ફાયર વિભાગના લોકો આ બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.