• મહિલા સાથે ઓનલાઈન મિત્રતા કરીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો
  • સરપ્રાઈઝ ગિફ્ટના નામે મહિલા સાથે 2.40 લાખની છેતરપિંડી કરી
  • અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ઓનલાઈન ઠગાઈના 8 કેસ નોંધાયા

WatchGujarat. અમદાવાદમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠીયાએ મહિલા સાથે ઓનલાઈન મિત્રતા કરીને તેને લગ્નની લાલચ આપીને ઠગી હતી. મહિલાને ગઠીયાએ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના નામે 2.40 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.

શહેરમાં દિવસેને દિવસે ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે. નવરંગપુરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા એસ.જી. હાઈવે ઉપર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી. જે બાબતે હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વર્ષ 2021ના મે મહિનામાં મહિલાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર માઈકલ પેટ્રિક નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ પહેલા આવી હતી તે મહિલાએ સ્વીકારી હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ મારફતે માઈકલ પેટ્રિક નામના માણસ સાથે મહિલાએ વાતચીત ચાલુ કરી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ તેને મહિલા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મહિલાને વિશ્વાસ અપાવવા સરપ્રાઈઝ ગિફ્ટ મોકલવાના બહાને 2.4 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

તમને જણાવી દઈએ કે શહેરમાં એક જ દિવસમાં ઓનલાઈન ઠગાઈના આઠ કેસો નોંધાયા હતા. આ મામલે મળતી માહિતી મુજબ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાના નાણા પરત આપવાના નામે ગઠીયાએ રૂપિયા 7.36 લાખ પડાવી લીધા છે. જ્યારે મેઘાણીનગરમાં ડિજિટલ પેમેન્ટ કંપનીના કર્મીએ 75 હજાર સેરવી લીધા હતા. આ ઉપરાંત નારણપુરામાં આર્મી જવાન હોવાનું કહી મકાન ભાડે આપવાના નામે 48 હજાર પડાવી લીધા છે. પાલડીમાં મહિલાની સાસુની સ્કૂલમાં એડમિશન લેવાના બહાને 75 હજાર સેરવી લેવાયા હતા. સોલા ખાતે બેન્ક મેનેજરના નામે 60 હજાર અને વિદેશથી આવેલા કુરિયર છોડાવવાનું કહી ગઠિયાઓએ 1.35 લાખ પડાવી લીધા હતા. વાસણા (Vasna) વિસ્તારમાં Olx પર વસ્તુ લે-વેચના નામે 93 હજાર રૂપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદો નોંધાઈ છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud