• નારણપુરામાં અમિત શાહે મતદાન કર્યું હતું
  • અમિત શાહના આગમન પહેલા મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા હતાં

WatchGujarat અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવી ગયાં છે. તેમણે નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું છે. ક્રાઈમ બ્રાન્ચ સહિતની અનેક સુરક્ષા એજન્સીઓ અમિત શાહની સુરક્ષાના બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે. મતદાન કરવા માટે આવનારા મતદારોને મેટલ ડિટેક્ટરમાં પસાર કરીને જ મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud