• ‘મુજે કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે,’ નો વોઇસ રેકોર્ડિંગ પતિએ મોકલ્યો
  • નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃદ્ધ પિતાએ દીકરાના આપઘાત મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી

WatchGujarat નરોડા વિસ્તારમાં રહેતા યુવકને ‘પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા,’ની ધમકી આપતા પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કરી લીધો હતો. નરોડા પોલીસ સ્ટેશનમાં 60 વર્ષીય વૃધ્ધે 34 વર્ષીય દિકરાની આત્મહત્યાના કેસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. યુવકની પત્નિ અને સાસુ દ્વારા પૈસાની માંગણી કરીને મારઝુડ કરતા યુવકને લાગી આવતા ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપધાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે. પોલીસે ફરિયાદ નોંધી મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરી છે.

ગાંધીનગરમાં રહેતા 60 વર્ષીય રાજેન્દ્ર કુમાર પંડ્યા નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ હાલ પત્ની અને પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. તેમનો એક મોટો પુત્ર અનિલ પંડયા 11 વર્ષથી તેમનાથી અલગ રહે છે અને પાંચેક વર્ષથી તેને પ્રિયા ઉર્ફે સોફિયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. છેલ્લા એક માસથી અનિલ પત્ની સુફિયા અને ત્રણ વર્ષની દીકરી સાથે નરોડામાં આવેલી દેવનંદન સંકલ્પ સીટી ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો. અનિલ ગાડીઓ સિઝ કરવાનું કામ કરતો હતો.

5 વર્ષ પહેલા અનિલ પંડ્યાએ પ્રિયા ઉર્ફે સુફિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગાડીઓ સીઝ કરવાનુ કામ કરતા અનિલ પાસેથી સાસુ શીલ્પીબેન ક્રિષ્ના અધિકારી અવારનવાર ઉછીનાં પૈસાની માંગણી કરતા હતા. આનિલ પૈસા આપવાની ના પડે તો અવાર નવાર બોલાચાલી ઝગડો કરી સાસુ અને પત્ની ભેગાથઇ માર મારતા હતા. તેમજ ઘરમાં પુરી રાખતા હતા. બે મહિનાં પહેલા યુવકે તેની સાસુને પૈસા ન આપતા પત્નિએ તેને સાણસી પણ મારી હોવાની ધટના બની હતી.

પોતાના ઉપર વીતેલી ઘટનોની વાત માસીને કહી અનિલ દિલ હળવું કરતો હતો. દરમિયાન ગત. 5 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યે રાજેન્દ્રકુમારના પત્નીએ ફોન કરી અનિલે પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી. ત્યારે પોલીસે અનિલના મૃતદેહની પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસની કાર્યવાહી હાથ કર્યાબાદ અનિલના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. અનિલના મરુદેહને વતન લઇ જઇ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અનિલના માસી રાજેન્દ્રભઇના ઘરે આવ્યા હતા અને તેઓને જણાવ્યું હતું કે, ચાર મહિનાં પહેલા અનિલે પોતાનાં ફોનમાંથી વોટસએપ પર મને વોઇસ રેકોર્ડ કરીને મેસેજ પણ મોકલ્યો હતો. જેમાં તેણે કહ્યુ હતુ કે “મે અનિલ પંડ્યા બોલ રહા હુ, આજસે મુજકો કુછ ભી હો જાયે તો ઉસકી જિમ્મેદારી મેરી ઓરત કી હે.. વો મેરે અંદર કા જીસ્મ દબા ચુકી હે ઓર મેરા લીવર ભી ફેલ કરને કી કોશીશ કી હે”. આટલું જ નહીં પૈસાની માંગણી કરીને સાસુ શિલ્પાબેન તેમજ યુવકની પત્નિ પ્રિયા ઉર્ફે સોફિયા દ્વારા પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા તેમ કહી ઝધડો કરતા હતા. જેથી આ તમામ પુરાવા એકત્ર કરી પોલીસે હાલ દુષપ્રેરણા નો ગુનો મૃતકની પત્ની અને સાસુ સામે નોંધી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ દરમિયાન શિલ્પા અધિકારી અને સુફિયા પપંડ્યાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud