• અગાઉ રાજ્યના ગૃહ વિભાગે Christmas અને 31st ડિસેમ્બરને લઈને કોરોના ગાઈડલાઇનની SOP બહાર પડી હતી
  • દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો : હાઇકોર્ટ
  • મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે : આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે

#Ahmedabad - આ વર્ષે નહિ યોજાઇ INTERNATIONAL Kite Festival

WatchGujarat રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ એકાએક કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થયો હતો. જે અંતર્ગત સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે અને ધીરે ધીરે કાબુમાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા રાજ્યના ગૃહ વિભાગે Christmas અને 31st ડિસેમ્બરને લઈને કોરોના ગાઈડલાઇનની SOP બહાર પડી હતી. ત્યારે હવે ઉતરાણમાં ફરીવાર સંક્રમણ ના વધે તેની તકેદારી રૂપે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે INTERNATIONAL Kite Festivalનું આયોજન રદ કરી નાંખ્યું છે. #Ahmedabad

આગામી સમયમાં આવતો ઉતરાણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ફરીવાર કોરોનાનું સંક્રમણ ના વધે તેની તકેદારી રૂપે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે INTERNATIONAL Kite Festivalનું આયોજન રદ કરી નાંખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશ વિદેશના પતંગબાજો ગુજરાતના વિવિધ શહેરોમાં પતંગની મજા માણતા હતાં. દેશ વિદેશના પતંગબાજો રાજ્યમાં દર વર્ષે પતંગ ઉત્સવ દરમિયાન પતંગની મજા માણી ગુજરાતની સૌંદર્યતાનો લાભ ઉઠાવતા હતા.જોકે આ ઉત્સવ રદ થવાથી પતંગ રસીકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. #Ahmedabad

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. #Ahmedabad

More #Ahmedabad #International #Kite #festival #Stay order #Highcourt #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud