• અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પુરજોરમાં ચાલું, એપેરલ પાર્કથી શાહપુર ટનલમાં RCC નું કામ પૂર્ણ થઇ ગયું
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.03 કિ.મી. છે, જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈની મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે

WatchGujarat. હજારો અમદાવાદીઓ ચાતકડોળે મહત્વકાંક્ષી મેટ્રો રેલવે પ્રોજેકટના પહેલા તબક્કાની પૂર્ણતાની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવે રાહત ના સમાચાર સામે આવ્યા છે. જે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પુરજોરમાં ચાલી રહ્યું છે. જે હાલમાં એપેરલ પાર્કથી શાહપુર ટનલમાં RCC નું કામ પૂર્ણ થઇ ગયું છે. જે એપેરેલ પાર્કથી શાહપુર 6.5 કિમી અંડર ટનલનું કામ પૂર્ણ થઇ ગયું છે. ત્યારે હવે એપેરલ પાર્કથી કાલુપુર સુધીના રૂટ પર ટ્રેક નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે આ મેટ્રોન પ્રથમ ફેજમાં 40 કિમી મેટ્રો દોડવાશે. જેમાં 6.5 મીટરનો રૂટ 18 મીટર જમીનથી નીચે ટનલનો છે. જે આગામી 2022 ના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાકાળ દરમિયાન પણ હજારો કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે.

અમદાવાદ મેટ્રોનું કામ ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે, જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.03 કિ.મી. છે, જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈની મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલા 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.

નોંધનીય છે કે, 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોને સરકારની કામગીરી અંગે આકર્ષણ કરવા આ એક મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે, ત્યારે આ ચૂંટણી પહેલા અમદાવાદમાં આ મેટ્રો ટ્રેન શરૂ કરવાના ભાગરૂપે હાલમાં આવી કોરોના જેવી મંદીની વિકટ પરિસ્થિતિમાં પણ આ કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

મેટ્રો ટ્રેનની વિશેષતા:

– ટ્રેનની સમગ્ર બોડી સ્ટેઇનલેસ સ્ટીલની છે.

– મેટ્રોની અંદર અવાજ ઓછો આવે એ પ્રમાણેની કોચની વ્યવસ્થા હશે.

– ફુલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઈમર્જન્સી એર બ્રેકની સુવિધા હશે, જેથી ટ્રેનના વ્હીલ સ્લિપ કે સ્લાઈડ ન થાય.

– દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ જ ઊભી રહેશે

– વીજળી જવાના સંજોગોમાં લાઈટ એસી. વેન્ટિલેશન માટે એક કલાક માટે બેટરી બેકઅપની વ્યવસ્થા હશે.

– ટ્રેનની ડિઝાઈન પણ એવી હશે કે અકસ્માતમાં અથડાય તો ટ્રેનને ઓછું નુકસાન થાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud