ન્યુ રાણીપના પાયાલ જ્વલર્સમાં બનેલી ઘટના
શૉ રૂમ બંધ કરી નીકળેલા વેપારીનો ચોરે ઘર સુધી પીછો કર્યો
વેપારી વાહન પાર્ક કરી ઘરમાં ગયા, ત્યારે ચોરે સ્કૂટરની ડેકીમાંથી ચાવી ચોરી
દુકાને આવી તાળાં ખોલી રૂ. 45 લાખના દાગીના ચોરી લીધા, સીસીટીવી કેમેરામાં ચોર કેદ
વેપારી ઘરેથી દુકાને આવ્યા ત્યારે શો રૂમનો દરવાજો ખુલ્લો હતો
તસ્કરે અસલ ચાવીથી શોરૂમ ખોલી રૂ.44.64 લાખના 893 ગ્રામ દાગીના લઈ રફુચક્કર થઈ ગયો
WatchGujarat ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાંથી રૂ. 44.64 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. તસ્કરે વેપારીની રેકી કરી પીછો કર્યો હતો અને ડેકીમાંથી દુકાનની ચાવીઓ ચોરી લઈ દુકાન ખોલી ચોરી કરી હતી. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારણપુરા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં જિતેન્દ્ર શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ન્યૂ રાણીપમાં આવેલા આકાશ રેસિડેન્સીમાં પાયલ જ્વેલર્સનો શો રૂમ ધરાવે છે. જીતેન્દ્રભાઈ મંગળવારે રાબેતા મુજબ દુકાન ગયા હતા. બપોરે એક થેલીમાં બેંકની સ્લિપ વગેરે મૂકી દુકાન બંધ કરી અને નજીકના અન્ય એક જ્વેલર્સમાં ગયા હતા. ત્યાંથી થેલીમાં ચાવી મૂકી અને ડેકીમાં થેલી રાખી ઘરે જમવા ગયા હતા. ઘરેથી દુકાને આવ્યા ત્યારે શો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતાં દુકાનમાંથી મોટા ભાગના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. જો કે દુકાનની અસલ ચાવીનો ઝુડો દુકાનમાં જ પડ્યો હતો.
દુકાનની ચાવીની ઝૂડો દુકાનમાંથી મળતા ચોંકી ઉઠેલા જીતેન્દ્રભાઈએ શો રૂમમાં લાગેલા સીસીટીવીની તપાસ કરી હતી. દરમિયાન CCTVમાં 30થી 35 વર્ષનો શખ્સ અસલ ચાવીના ઝુડાથી દુકાનનું તાળાં ખોલી અંદર પ્રવેશી રૂ. 44,64,950 ની મત્તાના 893 ગ્રામ વજનના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. જીતેન્દ્રભાઈએ ઘર પાસે વાહન પાર્ક કર્યું અને જમવા માટે અંદર ગયા હતા. આ ગાળામાં ચોરે તેમના ઈટર્નો સ્કુટરની ડેકીમાંથી શો રૂમની ચાવી ચોરી લીધી હતી. ચાવી લઈ સીધો શો રૂમ પર પહોંચ્યો અને જીતેન્દ્રભાઈ શોરૂમ પર આવે તે પહેલાં લાખોની મત્તાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે જીતેન્દ્રભાઈના પાયલ જ્વેલર્સ શો રૂમ અને સોસાયટીના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. પોલીસને આરોપી જે વાહન લઈને આવ્યો તે બાઈકનો નંબર મળ્યો હતો. જોકે બાઈક પણ ચોરીનું હોવાની વિગત ખુલતા પોલીસ વિચારમાં પડી ગઈ હતી. આ મામલે સાબરમતી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.