નરોડાના જ્વેલર્સ શોરૂમનમાં ચોરીની ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો
ચુનીઓ જોવાના બહાને કારીગરોની નજર ચૂકવી ચાર જ મિનિટમાં 1.20 લાખની ચોરી કરી
WatchGujarat શહેરના નરોડા વિસ્તારની જવેલર્સ શોપમાં બ્લ્યુ કલરની સાડી પહેરી મહિલા ગ્રાહક એક વ્યક્તિ સાથે આવી હતી. આ બને લોકોએ સોનાની ચુનીઓ જોવાના બહાને કારીગરોની નજર ચૂકવી ચાર જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુની ભરેલું બ્લ્યુ કલરના બોક્સને સાડીમાં છુપાવી ચોરી કરી ફરાર થઇ હતી. સાંજે ચુનીઓ ભરેલું બોક્સ ન મળતા CCTV મારફતે વેપારીને જાણ થઈ અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના સરસપુરમાં રહેતા શીતલ કુમાર કાંતિલાલ જૈન નરોડા રોડ પર ગણેશ રેસીડેન્સી માં શ્રેયાંશ જ્વેલર્સની દુકાન ધરાવી વેપાર કરે છે. તેમની દુકાનમાં તે તથા તેમના બે કારીગર કામ કરે છે. ગત ૬ જાન્યુઆરીના રોજ નિત્યક્રમ પ્રમાણે સવારે 10 વાગ્યે તેઓએ તેમની દુકાન ખોલી હતી.તેમના કારીગર હરિભાઈ મહેરીયા તથા કમલેશભાઈ સાથે તેઓ જ્વેલર્સ ઉપર હાજર હતા.
https://twitter.com/watchgujarat/status/1348198610207350788?s=21
દરમિયાન સાંજે છ વાગ્યે તેમની દુકાન ઉપર એક ગ્રાહક નાકની સોનાની ચૂની લેવા માટે આવ્યા હતા. આ ગ્રાહક કાઉન્ટરમાં નીચે રાખેલ સોનાની ચૂની વાળું બોક્સ જોતા મળી આવ્યું ન હતું. જેથી શીતલ કુમારે દુકાનના કારીગરોને આ બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ તે બોક્સ મળી આવ્યું ન હતું. જેથી શીતલ કુમારે તેમની દુકાનમાં લાગેલા કેમેરા ચેક કર્યા હતા. ત્યારે CCTV કેમેરામાં સવારે 11 વાગ્યે એક બહેન તથા એક ભાઈ તેમની દુકાનમાં નાકની ચુની લેવા માટે આવ્યા હતા. સાડી પહેરીને આવેલી મહિલા તેની સાથે અન્ય એક શખ્સ ને લઈને આવી હતી અને જે શખ્સ તેની સાથે હતો તેને મોઢા પર માસ્ક પણ પહેર્યું હતું.
દુકાનના કારીગરો જ્યારે તેઓને નાકની ચુની બતાવી રહ્યા હતા ત્યારે બ્લ્યુ કલરની સાડી પહેરીને આવેલી મહિલાએ ચુની જોવા માટે બ્લ્યુ કલરનું ચુનીનું એક બોક્સ તેના ખોળામાં લીધું હતું. ત્યારબાદ કારીગરોની નજર ચૂકવી આ બોક્સ તેની સાડીમાં સંતાડી દીધું હતું અને બાદમાં ચુની નથી લેવી એમ કહી બંને જતા રહ્યા હતા. જેથી તપાસ કરી તો આ બોક્ષમાં રહેલી 1.20 લાખની સોનાની ચુનીઓ દુકાને બ્લ્યુ કલરની સાડી પહેરી આવેલ બહેન અને તેની સાથેનો ભાઈ લઇને ફરાર થઇ જતાં નરોડા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે CCTV ફૂટેજ એકત્રિત કરી મહિલા સહિત બંનેની શોધખોળ હાથ ધરી છે.