• ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ શહેરના જીએમડીસી મેદાન ખાતે કરવામાં આવશે
  • અમદાવાદ શહેરના લોકોમાં કોરોના વાયરસ દ્વારા થતા સંક્ર્મણને અટકાવવા નવતર પ્રયોગ

WatchGujarat. અમદાવાદ શહેરના લોકોમાં કોરોના વાયરસ દ્વારા થતા સંક્ર્મણને અટકાવવા માટે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કોરોના સંક્ર્મણને અટકાવવા માટે ઘનિષ્ઠ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરના તમામ સાતેય ઝોનમાં વિવિધ જગ્યાઓએ એગ્રેસીવ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

કોરોના મહામારીના આ કપરા કાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સયુંકત ઉપક્રમ પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપના ધોરણે દેશમાં સૌ પ્રથમ કોરોનાના ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ માટેની નવીન પહેલ અમદાવાદ શહેરના જીએમડીસી મેદાન પર તા. 14 એપ્રિલ 2021ને બુધવારના રોજ સવારે 8 કલાકથી શરૂ કરવામાં આવી રહેલ છે. આ સુવિધા સુફલામ સોલ્યુશન પ્રાઇવેટ ઇમીટેડ દ્વારા સંપૂણ કમ્પ્યુરાઇઝડ કરવામાં આવેલ છે.

ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ કઈ રીતે થશે

  • ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ માટે મુસાફરો અને ડ્રાઇવર તેમના વેહિકલમાંથી બહાર નીકળ્યા વગર ઝડપી અને અનુકૂળ રીતે સમગ્ર RTPCR પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થઇ શકે છે.
  • આ અનોખી પહેલથી ઝડપી સેવા અને સગવડ મેળવનારા શારીરિક રીતે વિકલાંગ, વૃદ્ધ અને માંદા દર્દીઓ કે જેવો ઝડપી સેવા અને સગવડ ઈચ્છે છે તેઓએ લેબોરેટરીમાં લાઈનમાં રાહ જોયા વિના ઝડપથી ટેસ્ટના નમૂના આપી શકશે. જેનાથી લેબોરેટરીમાં એસિમ્પટૉમૅટિક દર્દીઓ દ્વારા ચેપ ફેલાતો પણ અટકાવશે.
  • આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુ ની એન્ટ્રી વખતે લોકો તેમના મોબાઈલ ફોન દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે. એકવાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનો ટોકન જનરેટ થશે, જે ક્લેકશન સેન્ટર ખાતે બતાવવાનો રહેશે.
  • ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણ અંગેના નાણાંની ચુકવણી ઓનલાઇન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે.
  • જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠા બેઠા જ મિનિટોમાં આપી શકાશે
  • ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24 થી 36 કલાક પછી વોટ્સઅપ, SMS અથવા ઇમેઇલ દ્વારા મેળવી શકાશે
  • ટેસ્ટ માટે આવતા વ્યક્તિઓએ અગાઉથી અપોઇમેન્ટ લેવી જરૂરી નથી.
  • સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યા મુજબ આ પરીક્ષણો ખર્ચ 800 રૂપિયા રહેશે.
  • ડ્રાઈવ થ્રુ RTPCR પરીક્ષણમાં ટેસ્ટનો ઈમ્પ્લા આપવાનો સમય રોજ સવારે આંઠ વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud