• આરોપીઓ પાસેથી 1.56 લાખની કિંમતના 18 ચોરીના મોબાઈલ જપ્ત કર્યા
  • વટવા પોલીસે 2 સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી

અમદાવાદ: અમદાવાદ પોલીસે વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ માત્ર મોબાઇલ ચોરી કરવા આવતી ગેન્ગને ઝડપી પાડી છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીની ધરપકડ કરી 1 લાખ 56 હજારની કિંમતના 18 મોબાઇલ કબજે કર્યા છે. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ભીડભાડવાળી જગ્યા પર સગીરોને સાથે રાકી મોબાઇલ ચોરતા

વટવા પોલીસે ઝારખંડથી મોબાઇલ ચોરી કરવા અમદાવાદ આવતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપી ભીડભાડ વાળી જગ્યા પર સગીરોને સાથે રાખી મોબાઇલ ચોરી કરતા હતા અને ત્યાથી ફરાર થઇ જતા હતા. કોરોના સંક્રમણને કારણે ટ્રેન ચાલુ નથી થઇ ત્યારે આરોપીઓ ઝારખંડથી વિમાન મારફતે અમદાવાદ ચોરી કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

ચોરીના ગુનામાં પકડાયેલા સગીર આરોપી મોબાઇલ ચોરી કરી દુર્ગાકરમ અને વિક્રમ નામના બે આરોપીઓને આપી દેતા હતા અને તે પછી બીજો મોબાઇલ ચોરી કરતા હતા. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સગીરને ચોરીના સિમકાર્ડ વગરના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો.

આરોપીઓએ અમદાવાદ અને વડોદરામાં મોબાઇલ ચોરી કર્યાનું કબુલ્યું

પૂછપરછમાં અન્ય બે આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસ તપાસમાં તેમણે અમદાવાદ,વડોદરા સહિતના સ્થળોએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે. પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !