ગલ્લામાં રહેલા રોકડ રૂ, 25,000 અન્ય ડોક્યુમેન્ટ્સ અને ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઇ
CCTV આધારે પાન પાર્લરના માલિકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
WatchGujarat. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા પાનના ગલ્લામાં આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગલ્લાના માલિકે મોડી રાત્રે જઈને તપાસ કરતા દુકાનમાં કાઉન્ટરમાં પડેલા પૈસા અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આગ આકસ્મિક રીતે લાગી હતી કે લગાવવામાં આવી હતી તે બાબતને લઈને તેઓને શંકા હોવાથી આસપાસની દુકાનોમાં લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા હતા. દરમિયાન બાજુની દુકાનમાં લગાવેલા CCTV ફૂટેજ જોતાં પાનના ગલ્લાની ઉપરના ભાગે આવેલી ટેલર્સ શોપમાં કામ કરતા વ્યક્તિએ આગ લગાડી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયાનો ઘટસ્ફોટ થયો હતો.
https://youtu.be/Q4i4VTbR020
CCTV ફુટેજમાં જોવા મળે છે કે, ટેલર્સ શોપમાં કામ કરતો ટીના નામનો વ્યક્તિ અડધી રાત્રે પોતાના એક્ટીવા પર આવે છે અને એક્ટિવાની ડેકીમાંથી જ્વલનશીલ પ્રવાહી કાઢી આગ લગાવી બાદમાં એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે. સમગ્ર બનાવ અંગે પાનના ગલ્લાના માલિકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ટીના વિરુદ્ધ છે. પરંતુ ટીના નામના વ્યક્તિએ કોઈ દુશ્મનાવટ હોવાથી આગ લગાવી છે કે કેમ તે બાબતને લઈને કારણ જાણવા ની પોલીસે તજવીજ હાથ ધરી છે.
શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી સાગર દીપ સોસાયટીમાં રહેતા રમેશભાઇ સાગઠીયા તેમના પરિવાર સાથે રહે છે અને જીવરાજ બ્રિજ પાસે તિરૂપતિ કોમ્પલેક્ષમાં જયનીલ પાન પાર્લર ધરાવી વેપાર કરે છે. તેમણે આ દુકાન દિલીપભાઈ ચૌહાણ પાસેથી 7 મહિના પહેલા ભાડેથી ચલાવવા માટે લીધી હતી. તેઓ આ દુકાનમાં પાન મસાલા સિગારેટ તથા અન્ય ચીજ વસ્તુઓ રાખી વેપાર કરે છે. તેમના ગલ્લાની ઉપર આજથી બે વર્ષ પહેલાં નિલેશ ઉર્ફે ટીનો દરજી ભાડેથી દુકાન રાખી દરજી કામ કરતો હતો. જે દુકાન હાલ બંધ હાલતમાં છે. ગત તારીખ 8 માર્ચના રોજ રાતના 11 વાગ્યે રમેશભાઈ ગલ્લો બંધ કરી ઘરે જતા રહ્યા હતા અને જમીને સુઈ ગયા હતા. દરમિયાન રાતના ત્રણેક વાગ્યાની આસપાસ એક ભાઈ તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તમારા ગલ્લામાં આગ લાગી છે. જેથી રમેશભાઈ તાત્કાલિક ધોરણે પુત્ર સાથે ગલ્લા પર પહોંચ્યા હતા.
ગલ્લા પર પહોંચ્તા જ તેમના ગલ્લા પર કેટલાક માણસો ભેગા થયા હતા અને આગ બુઝાવવા માટે પાણી નાખતા જોવા મળ્યા હતા. દરમિયાન રમેશભાઈએ ગલ્લા નું શટર ખોલી પાણીથી આગ બુઝાવી હતી અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી. દુકાનમાં જઈને જોયું તો લાકડાનું કાઉન્ટર બળી ગયું હતું અને તે કાઉન્ટરમાં ડ્રોઅરમાં રાખેલા તેમના પુત્રનું પાકીટ અને ગલ્લામાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. રમેશભાઈના પુત્રના પાકીટમાં રોકડ રૂ. 25,000 અને આધારકાર્ડ, પાનકાર્ડ તથા ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક હતી. જે બધું આગમાં બળીને ખાખ થઇ ગયું હતું.
ત્યારબાદ ગલ્લામા આગ લાગી કે લગાડવામાં આવી તે શંકા સાથે રમેશભાઈએ ગલ્લા ની બાજુમાં આવેલ કનૈયા ટી સ્ટોલની દુકાનના CCTV કેમેરાની તપાસ કરતા કેમેરાના ફૂટેજમાં જોતા રાતના પોણા ત્રણ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ એકટીવા લઈને ગલ્લા પાસે ઉભો રહી કોઈ જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ કાઢી આગ લગાવી ઝડપથી વાહન લઇને નાસી જતો દેખાયો હતો. તેમજ તે ફૂટેજ પ્રમાણે દુકાનની ઉપર દરજી કામ કરતો નિલેશ ઉર્ફે ટીનો દરજી જોવા મળતા રમેશભાઈ આ બાબતને લઈને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નિલેશ ઉર્ફે ટીના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.