• મુખ્યમંત્રીએ પ્રજાજોગ સંબોધન કરીને લોકડાઉન અંગે સ્પષ્ટતા કરી
  • માસ્કના દંડમાં સરકારને રુપિયામાં કંઇ રસ નથી, હાઇકોર્ટના આદેશથી 1000 રુપિયા દંડ થાય છે

WatchGujarat. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોને લઇને સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લાગુ કરાયા છે. ખાસ કરીને મહાનગરોમાં આંશિક લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે લોકોના મનમાં ડર છે કે ફરીથી લોકડાઉન લાગુ થશે. ત્યારે  બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રજાજોગ સંબોધન કરીને સ્પષ્ટતા કરી હતી કે, લોકડાઉન હવે નહીં થાય.

તેમણે સંબોધનમાં કહ્યું કે હું મુખ્યમંત્રી તરીકે તમને ખાત્રી આપું છું કે હવે કોઇ નવું લોકડાઉન થવાનું નથી. નથી ને નથી. કોઇના ધંધા રોજગારને તકલાફ ના થાય તેનું અમે ધ્યાન રાખીશું. કોઇ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ના કરતા અને ગભરાવાની જરુર પણ નથી. જરુર છે થોડી ધીરજની. પહેલા જે રીતે સંયમ રાખ્યો હતો તે રીતે જ સંયમ રાખવાની જરુર છે.

છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં કોરોનાના કેસમાં વધરો થયો છે. અનેક રાજ્યોમાં પણ કેસો વધ્યા છે, આપણુ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. આ અંગે રાજ્ય સરકાર ગંભીરતાથી પ્રયાસ કરી રહી છે. કેસોને ઘટાડવા, આવેલા કેસોની ઝડપથી ટ્રીટમેન્ટ કરવી. સંક્રમણને આપણે ફેલાતું અટકાવવું પડે. જેના ભાગરુપપે સરકારે થોડા પગલા લીધા છે. જેમ કે મહાનગરોની શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કર્યુ અને ઓનલાઇન શિક્ષણ શરુ છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધાર્યો. હોટેલ રેસ્ટોરન્ટો પર થોડા અંકુશા લાદ્યા છે.

મુખ્યમંત્રી રુપાણી વધુમાં બોલ્યા કે, હું સમજુ છુ કે આપણા રોજિંદા જીવનામાં અગવડતા અનુભવાશે, થોડું બંધિયાર લાગશે પણ આ બધુ નાછુટકે કરવું પડ્યું છે. સરકાર પહેલાથી જ કોરોનામાં લોકોને ઓછામાં છી તકલીફ પડે, લોકોને હેરાન ના થવું પડે, લોકોના ધંધા રોજગાર પર અસર ના થાય તેની ચિંતા કરતા આવ્યા છે અને હજુ પરણ કરતા રહીશું. આપણે અગાઉ પણ આવા નિયંત્રણો લગાવવા પડ્યા હતા. ત્યારે જનતાએ તેમાં સહકાર આપ્યો હતો. જેના કારણે જ આપણે સફળ થયા છીએ.

ગુજરાત સરકારે તો માત્ર વ્યવસ્થા કરી છે પરંતુ જનતાએ તો સહકાર આપીને સાવચેતી રાખીને સફળતા મેળવી છે. આપણા આ પ્રયાસોની પ્રશંસા સુપ્રીમ કોર્ટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આઇઆઇએમ વગેરે અનેક સંસ્થાઓ કરી છે., પછી જ્યારે સંક્રમણ કાબૂમાં આવ્યું ત્યારે આપણે નિયમોને પણ હળવા કર્યા છે. પણ પાછું સંક્રમણ વધ્યું ત્યારે પાછા પગલા લીધી છે.

જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હું આપની પાસેથી એજ સાવચેતી, સલામતી અવને સહકારની અપેક્ષા રાખું છું.રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી છે, હોસ્પિટલોમાં બેડ અને દવા પણ વધારિ છે. બીજી તરફ રસીકરણને પણ ઝડપી બનાવાયું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

માસ્કના દંડમાં સરકારને રુપિયામાં કંઇ રસ નથી. આ તો હાઇકોર્ટના આદેશથી આપણે 1000 રુપિયા દંડ કરે છે. આ હાઇકોર્ટનો ઓર્ડર છે કે જેણે માસ્ક નથી પહેર્યો તેને 1000 રુપિયા દંડ કરવામાં આવે. આપણે આશા રાખીએ કે કોઇએ દંડ ના ભરવો પડે, તમામ લોકતો માસ્ક પહેરે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud