સરકાર દ્વારા ભુમાફિયાઓ પર લગામ કસવા માટે લેન્ડગ્રેબીંગ જેવા કડક કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે
બાબુઓ દ્વારા જમીનમાં નામ દાખલ કરાવવા માટે લાખો રૂપિયાની લાંચ લેવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે
જમીન ખેડુત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદારે રૂ. 25 લાખ લેવા જતા એસીબીના હાથે ઝડપાયા
WatchGujarat. અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે રૂ. 75 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ રૂ. 25 લાખ આપવાનું નક્કી થયું હતું. આ અંગે બાતમી મળતાં જ ACBએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધા હતા. ગત રાત્રે ACBએ મામલતદારને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. ACBને મામલતદારની ઓફિસમાંથી 20 લાખ રૂપિયાની રકમ મળી હતી, જ્યારે બીજા પાંચ લાખ રૂપિયા વચેટિયા પાસેથી કબજે કરવામાં આવ્યા હતા.
એક તરફ સરકાર દ્વારા ભુમાફિયાઓ પર લગામ કસવા માટે લેન્ડગ્રેબીંગ જેવા કડક કાયદા અમલમાં મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ મામલતદાર પૈસા લઇને એન્ટ્રી પાડવા માટે લાખો રૂપિયાની રકમની લાંચ લેતા હોવાનું સામે આવી રહ્યું છે.
ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું
બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલી, જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી. જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોરે રૂ. 25 લાખ રૂપિયાની લાંચ માગી હતી. પરંતુ રકમ નહીં આપવા માગતા ફરિયાદીએ આખરે ACBનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર તથા તેમનો વચેટિયો ACBના છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ACBએ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી
ગુજરાત ACB વર્ષ 2020માં 198 કેસ કરીને 307 ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-1ના 7 બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના 38 કેસ કરીને રૂ.50.11 કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે 2020ના વર્ષમાં ACBના કેસોમાં સજાનો દર 40 ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ 31 દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે ACBએ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે.
બેનામી મિલકત યુનિટ સૌપ્રથમ ગુજરાત ACBમાં
ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત ACBમાં કરાઇ છે. વર્ષ 2020માં ACB દ્વારા પકડાયેલા 275 આરોપીને કુલ 8513 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં 56 આરોપી સાથે સુરત પહેલા નંબરે, 53 આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને 44 આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા.
1064 હેલ્પલાઇનથી ACBને મળી સફળતા
રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા અનેક પ્રયાસો બાદ પણ લાંચિયા અધિકારીઓનો લોભ થોભતો નથી. ACB દ્વારા આજે પણ ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ACB દ્વારા 1064 હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં પણ ACBને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.
અપ્રમાણસર મિલકત પકડવા માટે ખાસ BaDA યુનિટની રચના કરાઇ
જાહેર સેવકોએ વસાવેલી અપ્રમાણસરની મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢી તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત એસીબીમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ એક BaDA (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરી છે, જે દેશમાં સૌપ્રથમ ગુજરાત એ.સી.બી.માં શરૂઆત થયેલી છે.