• કોરોના પર લગામ કસવા માટે સરકારે 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અમલમાં
  • સરકારના આ પગલાને કારણે, રાત્રી કરફ્યુ દરમિયાન જળવાતા શાંત વાતાવરણમાં હવે કોઈ ખલેલ નહી પડે
  • આપણે પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ તથા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ઉંમર હોય તો વેક્સીન લેવી જોઇએ

WatchGujarat. ગુજરાતમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. ત્યારે કોરોના કર્ફ્યુ દરમિયાન શાંત વાતાવરણને ચીરતા 108ની સાયરનથી અનેક લોકોમાં ડર, ભય, ચિંતા, ઉચાટ પ્રસરે છે. આ સ્થિતિ ટાળવા માટે ગુજરાત સરકારે 108 સહીત ખાનગી એમ્બ્યુલન્સને કોરોના કર્ફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સને સાયરન નહી વગાડવા આદેશ કર્યો છે. પરંતુ જો કોરોના કર્ફ્યુના સસમમાં ટ્રાફિક હોય એમ્બ્યુલન્સ સાયરન વગાડી શકશે.

કોરોનાને કારણે રાજ્યમાં સ્વાસ્થ્ય કટોકટીની સ્થિતી સર્જાઇ છે. કોરોના પર લગામ કસવા માટે સરકાર તમામ પ્રકારે પ્રયાસ કરી રહી છે. જેના ભાગ રૂપે રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અમલમાં છે. 30 એપ્રીલ સુધી કર્ફ્યુ લાગુ રહેશે, ત્યાર બાદ સ્થિતીની સમીક્ષા કરીને વધુ નિર્ણય લેવામાં આવશે.

કોરોના કર્ફ્યુ ટાણે રાત્રીના સમયે શાંતી વ્યાપી જાય છે. તેવા સમયે સમયે એમ્બ્યુલન્સની સાયરન વાગતા, બહુ દુરના વિસ્તારોમાં તેનો અવાજ સ્પષ્ટ સાંભળાય છે. જેના કારણે લોકોમાં કોરોનાને કારણે ઉદભવેલી સ્થિતિમાં વધુ ચિંતા, ગભરાટ અને ડર પ્રસરે છે. લોકોમાં ભયનો માહોલ ન ફોલાય તે માટે સરકારે કોરોના કર્ફ્યુ ટાણે 108 અને ખાનગી એમ્બ્યુલન્સોને સાયરન નહિ વગાડવાનો નિર્ણય જાહેર કર્યો છે.આ નિર્ણયને કારણે એમ્બ્યુલન્સના કારણે લોકોમાં વ્યાપતા ભયને કાબુમાં કરવામાં સફળતા મળશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી ભયાવહ રીતે દિવસેને દિવસે કથળી રહી છે.

સરકારના આ પગલાને કારણે, રાત્રી કરફ્યુ દરમિયાન જળવાતા શાંત વાતાવરણમાં હવે કોઈ ખલેલ નહી પડે તેમજ ચિતા ઉપજાવનારી, ભય ફેલાવનારી એમ્બ્યુલન્સની સાયરનથી હાલ કામચલાઉ ધોરણે મુક્તિ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર તેમના તરફે તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આપણે પણ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ તથા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી ઉંમર હોય તો વેક્સીન લેવી જોઇએ. તમામ નાગરીકો દ્વારા પ્રયાસો કરીને કોરોનાને નાથવા માટે સરકારના પ્રયાસોને બહારથી મજબુત કરવા જોઇએ. સરકાર અને નાગરીકોના સંયુક્ત પ્રયાસોથી કોરોના પર કાબુ મેળવવામાં સફળતા મળશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud