અમદાવાદ. સમાજમાં હજી પણ કેટલાક લોકો દહેજના દૂષણમાં માની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દહેજના કારણે પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોતે પણ તેનો ભોગ બનતા આખરે કંટાડી જઇ તેણીએ પતિ સહીત સાસરિયાંઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2015માં તેના લગ્ન નિરવ પટેલ સાથે થયા હતા. નિરવ કોટક મહિન્દ્રા બેંકમાં નોકરી કરે છે. અને તેણીને સંતાનમાં એક દીકરી છે. અગાઉ મહિલા કોન્સ્ટેબલ પતિ સાથે પિતાના જ મકાનમાં રહતી હતી. હાલ તે પુત્રી અને પતિ સાથે વસ્ત્રાલ ખાતે ભાડાનુ મકાન રાખી રહે છે અને હાલ તે એક માસથી ગર્ભવતી પણ છે. છેલ્લા ત્રણ વર્ષથી પતિ નિરવ તેની પર શંક વહેમ રાખી તારે કોઈ બીજા સાથે સબંધ છે તેવું કહીં અવારનવાર ઝઘડો કરતો હતા. “હું પોલીસમાં ફરજ બજાવું છું જેથી મારા ઉપર બાતમીદારો અને અન્ય પુરૂષોના ફોન આવે છે અને મારે કોઇની સાથે આડાસંબંધ નથી, આમ સમજાવ્યાં છતાં નિરવ તેની સાથે અવાર નવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો.
એટલું જ નહિ તેના ફોઈ સાસુ, તેમનાં વડાસસરા અને સાસુ પણ વારંવાર મહિલા કોન્સ્ટેબલના ઘરે રોકાવવા આવતા હતા અને તેણીને સંભળાવતા હતા કે 'તું પોલીસની નોકરીમાં જ વ્યસ્ત રહે છે અને મારા નિરવને જમવાનું પણ આપતી નથી, તારા બાપાએ કરિયાવરમાં કશું આપ્યું નથી અને “તું તો પોલીસની નોકરી કરે છે તુ નિરવને ધંધો કરવા માટે પૈસા લાવી આપ” તેમ કહી દહેજની પણ માંગણી કરતા હતા.
તેમ છતાં મહિલા કોન્સ્ટેબલે પતિને દુકાન લેવા માટે રૂ. 5 લાખ આપ્યા હતા. તેમજ પતિ ઉપર અગાઉ એક પોલીસ કેસ થતા તેના કોર્ટ ખર્ચના રૂપિયા 15 લાખ પણ મહિલા કોન્સ્ટેબલના પિતાએ ચુંકવ્યાં હતા. દિકરીનો સંસાર સચવાઇ રહે તે માટે પિતાએ ટુકડે ટુકડે રૂપિયા 11 લાખ જેટલી રકમ આપવા છતાં સાસરીયાઓ દ્વારા વધુ રૂપિયા માટે સતત ત્રાસ આપવામાં આવતો હતો. ગત શનિવારના રોજ મહિલા કોન્સ્ટેબલના પતિએ ફરી તેની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેથી તેણીએ રૂપિયા આપવાની ના પાડતા પતિએ ઝઘડો કરી મારઝૂડ પણ કરી હતી.
એટલું જ નહિ રવિવારે મહિલા કોન્સ્ટેબલના સાસુ સસરા, વડ સસરા, જેઠ અને ફઈ સાસુ - સસરાએ ફરિયાદીને છૂટછડા આપી દેવા માટે કહ્યું હતું. ફરિયાદી એ તેની દીકરીનો હક્ક માંગતા જ સાસરિયાં ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તેમજ તેના પિતા ને માર માર્યો હતો.
આ ઉપરાંત પતિએ લોખંડની પાઇપ લઈને ધમકી આપી હતી કે હવે પછી જો તું મારી સામે બોલીશ તો તારા અને તારા પિતાના ટાંટિયા તોડી નાખીશ અને જીવતા નહિ રહો. જેથી આખરે કંટાળી તેણીએ રામોલ પોલીસમાં પતિ નીરવ સુરેશ પટેલ, સસરા સુરેશ, સાસુઇન્દુબેન, વડાસસરા કાનજીભાઈ, પ્રકાશ, મધુ માધવ પટેલ, માધવ અને કાંતાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે તમામ સામે દહેજ મારઝૂડ અને ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.