પરિણીતા સાથે અવાર નવાર જિન્સ પહેરવા સહીત નાની નાની બાબતોમાં માનિસક અને શારિરિક ત્રાસ ગુજારતો પતિ
સાસરીયાઓએ પરિણીતે કહ્યું “ આ પુરૂષ પ્રધાન દેશ છે અમારો છોકરો તને જેમ રાખે તેમ તારે રહેવુ પડશે”
વિકૃત માનિસકતા ધરાવતા પતિ સહીત સાસરીયાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
WatchGujarat. આજના યુગમાં જ્યાં મહિલા અને પુરૂષને સમાજમાં સમાંતર સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે વિકૃત માનસિકતા ધરવાતા પતિ સહીત સાસરીયા ઘરની વહુને જિન્સ નહીં પહેરવા બાબતે તેમજ આ પુરૂષ પ્રધાન દેશ છે કહીં માનસિક અને શારીરીક ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ તેના પતિ અને સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદસેરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી 37 વર્ષીય પરિણીતાના વર્ષ 2017માં બીજા લગ્ન થયા હતા. જ્યારે તેના પતિના આ ત્રીજા લગ્ન હતા. લગ્ન બાદ પણ પરિણીતા નોકરી કરશે અને પિતાએ આપેલા ફ્લેટમાં રહેશે તેવી સમજૂતી બન્ને વચ્ચે થઇ હતી. લગ્ન બાદ દંપતિ સંયુક્ત પરિવારને બદલે સસરાએ આપેલા ફ્લેટમાં રહેતા હતા. લગ્નના થોડા સમય સુધી પતિ તેણીને ખુબ સારી રીતે રાખતો હતો.
લગ્નના એક મહિના બાદ પતિએ પત્ની ઉપર માનિસક ત્રાસ ગુજારવાનુ શરૂ કર્યું હતુ. જેમાં તે તેની પત્નીને કહેતો મારે અલગ નથી રહેવુ તારા પિતાએ ફક્ત રહેવા માટે ફ્લેટ આપ્યો છે, મારા નામ પર નથી કર્યો, તારા પિયર વાળા અહીં આવવા ના જોઇએ અને તારે પણ ત્યાં જવાનુ નહીં. તદઉપરાંત એમ પણ કહેતો કે, તારે જિન્સ પેન્ટ પહેરવુ નહીં જિન્સ પહેરતી તેમજ નોકરી કરતી છોકરીઓ ફાટેલી હોય છે. આમ અવાર નવાર ઉપરોક્ત બાબતો કહીં પરિણીતાને તેનો પતિ માનિસક અને શારિરિક ત્રાસ આપતો હતો.
આટલેથી વાત અટકી નહીં તો સાસુ સસરા, નણંદ અને જેઠ તને લગ્ન બાદ સંતાન પ્રાપ્તી થતી નથી, કહીં ત્રાસ ગુજારવા માંડ્યા હતા. એક તબક્કે તો પરિણીતાને તેના સસરાએ કહ્યું કે આ પુરૂષ પ્રધાન દેશ છે. અમારો છોકરો “જે રીતે રાખે તે રીત જ રહેવુ પડશે” દરમિયાન પરિણીતાના પીયરમાં મરણ થતા તે ઘરે જતા તેનો પતિ તેને તેડવા માટે પણ આવ્યો ન હતો. અને તલાક આપી ચોથુ લગ્ન કરી લેવા માટે ધમકી આપી હતી. જેથી પરિણીતાએ આખરે કંટાડી જઇ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પતિ સહીત સસારીયાઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.