• પિતા હોસ્પિટલમાં દખલ દીકરા પાસે જાપાન ગયા છે
  • પિતાની એક જ અરજી, દીકરો ભારત પાછો આવી જાય

WatchGujarat. અમદાવાદમાં રહેતા પિતા હાલ પોતાના દીકરાની સેવા કરવા માટે જાપાન ગયા છે. દીકરાને ટીબી અંતર્ગત અનેક કોમ્પિલિકેશન આવ્યાં હતા. જેથી તે હાલ જાપાનની એક હૉસ્પિટલમાં દાખલ છે. 56 વર્ષનાં પિતા હરિભાઇ પટેલે ભારત સરકારને તેમના દીકરા જયેશ પટેલને ભારત પરત લાવવા માટે મદદ કરવા અંગેનો એક પત્ર લખ્યો છે. ભારત લાવવા રૂ.1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે, જે પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જેથી તેમણે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને  પત્ર લખ્યો અને મદદ માટે અપીલ કરી છે. હરિભાઇ અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં શાયના સિટીમાં રહે છે.

પિતા હાલમાં ટૂંકા ગાળાના વિઝા પર જાપાન ગયા છે અને તેમના પુત્રને ઘરે પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ શહેરની ગ્રાંટેડ સ્કૂલમાં નોકરી કરતા હતા. હાલ તેઓએ નિવૃત્તિ લીધી છે. જયેશની પત્ની જલ્પા અને સાત વર્ષ અને છ મહિનાની બે પુત્રીઓ તેમના ઘાટલોડિયાવાળા ઘરમાં સાથે રહે છે. એમએ અને બીએડની ડિગ્રી ધરાવતો જયેશ પટેલ છેલ્લા 2.5 વર્ષથી જાપાનમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓતાશીમાં રહે છે. જયેશને 5 ઓક્ટબર, 2020ના રોજ જાપાનના શિબુકાવા મેડિકલ સેન્ટર ગનમેકનમાં દાખલ કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરીએ તેને બ્રેઇન સ્ટ્રોક થયા બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. પિતાના જણાવ્યાં પ્રમાણે, તે દિવસથી પુત્રની હાલત બગડતી જ જાય છે.

પિતા જણાવે છે કે, શિબુકાવા મેડિકલ સેન્ટર ખાતેના હોસ્પિટલના ચાર્જ તેમના જેવા મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા કોઈ માટે પરવડી શકે તેમ નથી. જ્યારે તેમના પુત્રની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. પરંતુ પહેલા એકવાર દીકરો ભારતમાં આવી જાય. તે માટે મને ભારતનાં ઓથોરિટીઝની મદદ જોઇએ છે. તેઓ આગળ જણાવે છે કે, મારા પુત્રને ટીબીમાં 80 ટકા સારું થઇ ગયું હતું. પરંતુ તે તેના મગજમાં ફેલાયો છે અને તેના કારણે તે વધારે નબળો થઇ ગયો. આખો પરિવાર તેના માટે ચિંતિત છે. તેની પત્નીએ તેમની નાની દીકરીને છ માસ પહેલા જ જન્મ આપ્યો હતો. મારો પુત્ર પાછલા 2-2.5 વર્ષથી જાપાનમાં કામ કરે છે.

સાંસદે પણ આપ્યું આશ્વાસન

પિતા વધુમાં જણાવે છે કે, તેમણે સાંસદ હસમુખ પટેલને પણ પત્ર લખ્યો હતો. જેનો જવાબ પણ તેમણે આપ્યો છે. હસમુખ પટેલે જાપાનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને પત્ર લખ્યો છે કે, તેઓ તેમના પુત્રને ડૉક્ટરની સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસાડવામાં મદદ કરે જેથી તે ભારત પરત આવી શકે અને પરવડે તેવી સારવાર મેળવી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud