બે સ્પીડ બોટ, 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ સાથે થ્રી-લેયર સુરક્ષા કરાશે
13 કિ.મી.ના રિવર ફ્રન્ટ પર ફેસ સ્કેનિંગવાળા 250 સીસીટીવી લગાવાશે
નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે
સોશિયલ મીડિયા પર મહિલાઓની છેડતીના બનાવમાં વધારો થવાથી વધુ 2 સાઈબર પોલીસ સ્ટેશન બનશે
હવે પછી અન્ય કોઈ આઇશા પોતાનો જીવન ગુમાવે તે માટે રાજ્ય સરકાર અને પોલીસનો નિર્ણય
WatchGujarat. અમદાવાદની આઈશાના આપઘાત બાદ અન્ય કોઈ આઇશા પોતાના જીવનનો અંતના લાવે તે માટે રાજ્ય સરકાર અને પોલીસ હરકતમાં આવી છે. મહિલાઓના સુરક્ષા કવચ પૈકી રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાની યોજના ઘડવામાં આવી છે. નદીમાં પડતું મુક્તા કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે સ્પીડબોટ, રિવર ફ્રન્ટના વોક વે પર 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત 13 કિમીના રિવરફ્રન્ટ પર બંને બાજુ દર સવા કિમીના અંતરે 1 પોલીસ ચોકી રહેશે. તેમજ રિવરફ્રન્ટ પર યુવતી-મહિલાઓની છેડતીના બનાવો વધતા રાજ્ય સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાના ભાગરૂપે 13 કિમી લાંબા નદીપટમાં બંને બાજુ મળી 20 ચોકી બનાવશે.
સાબરમતી રિવરફ્રન્ટ 13 કિ.મી. લાંબો હોવાથી બંને બાજુ 250 કરતાં વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા ફેસ સ્કેનિંગવાળા હશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાંથી કરવામાં આવશે. જેના આધારે કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે તો તે રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન કેમેરાથી શોધી કાઢવામાં આવશે.
હાલમાં રિવરફ્રન્ટ ઉપર 1 સ્પીડ બોટ તેનાત છે. જેની મદદથી નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જો કે નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે. જેમાં ડુબતા વ્યક્તિને બચાવવા માટે તરવૈયાઓની સાથે પોલીસ કર્મચારીઓ પણ તહેનાત રહેશે. હાલમાં અમદાવાદમાં 1 સાઈબર પોલીસ સ્ટેશન છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા થતી મહિલાઓની છેડતીની ઘટનાઓમાં મહિલા પોલીસ દ્વારા તપાસ થઇ શકે તે માટે 2 નવા સાઈબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મહિલાઓને લગતા સાઈબરના ગુનાની ફરિયાદ નોંધવાનું અને ગુના શોધવાનું કામ ફકત મહિલા પોલીસ જ કરશે.
તમામ ટેક્સી-રિક્ષા, કેબ પર કયુઆર કોડ લગાવાશે
અમદાવાદની તમામ ટેક્સી - કેબ તેમજ રિક્ષાઓ ઉપર પોલીસ કયુઆર કોડ મૂકશે અને તેનો રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે. આ સાથે શહેર પોલીસ એક વેબ સાઈટ લોન્ચ કરશે. જે મહિલાએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે મહિલા પેસેન્જર ટેક્સી, કેબ, રિક્ષામાં બેસે તે પહેલાં મોબાઈલ ફોનમાં કયુઆર કોડ સ્કેન કરશે તો તે મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે.