• રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ લોકો ઘરની બહાર નિકળવાનું પસંદ કરે છે
  • કોરોના કેસો વધતા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી
  • રાત્રે બહાર બેઠેલા લોકો વચ્ચે પોલીસ આવી પહોંચી અને ગણતરીની સેકંડોમાં નજારો બદલાયો

WatchGujarat. કોરોના કેસોમાં વધારો થતા સરકાર એક્શનમાં આવી છે. અને રાત્રી કર્ફ્યુ સહિતના અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. અને તેની સાથે ખાસ તો લોકો કામ વગર બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી રહી છે. તેવા સમયે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં લોકો રાત્રી કર્ફ્યુ દરમિયાન બિંદાસ્ત બહાર ફરી રહ્યા હતા. તેવામાં જ પોલીસ તેમની વચ્ચે પહોંચી અને અફરા તફરી સર્જાઇ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો.

ચુંટણી બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો નોંધાયો હતો. જેને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને લોકો પર અનેક નિયમો લાદી દેવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા તેમના તરફે કોરોનાની સ્થિતીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ લોકો દ્વારા સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવામાં આવતું નથી. જેને લઇને સરકારને કોરોના પર કાબુ મેળવવા માટે ધાર્યું પરિણામ પ્રાપ્ત થઇ શકતું નથી.

રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવતું હોય છે. તાજેતરમાં રાજ્યના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય 9 થી સવાલે 6 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઇરલ થયો હતો. જે અમદાવાદના જમાલપુર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વાઇરલ વિડીયોમાં લોકો ચાર રસ્તા નજીક શાંતિથી બેઠા છે. રસ્તા પર વાહનોની અવર – જવર ચાલુ છે. રાત્રી કર્ફ્યુ દરમિયાન બેઠેલા લોકો વચ્ચે અચાનક પોલીસ રીક્ષામાં આવી ચઢે છે. અને બેઠેલા લોકો તરફ દોટ મુકે છે. એટલામાં તો સ્થળ પર બેઠેલા તમામ લોકો વિખેરાઇ જાય છે. watchgujarat.com વિડીયોની ખરાઇ કરતું નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud