કોર્પોરેશનની ટીમને રેડ દરમ્યાન કેમિકલ અને પાવડરનો ગેરકાયેસરનો વિશાળ જથ્થો મળી આવ્યો.
રેડ બાદ દક્ષિણ ઝોનની ટીમે 3 વેર હાઉસ સીલ કર્યા
અમદાવાદ. પીરાણા ખાતે થયેલ કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટનામાં અમદાવાદ કોર્પોરેશન 3 દિવસ બાદ હરકતમાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ટીમે આ વિસ્તારમાં આવેલ વિવિધ વેર હાઉસ પર રેડ પાડીને અનેક પ્રકારના કેમિકલ અને પાવડરનો ગેરકાયેસરનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેરકાયદેસર ચાલતા વેર હાઉસ પર કોર્પોરેશને રેડ પાડી
પીરાણા વિસ્તારમાં કેમિકલ બ્લાસ્ટ દુર્ઘટના કેસમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે. ત્યારે લોકો દ્વારા એવો રોષ ઉઠી રહ્યો હતો કે આટલી મોટી દર્ઘટના થવા છતા કોર્પોરેશન કેમ હજુ સુધી કોઇ એક્શન નથી લઇ રહ્યું. ત્યારે 3 દિવસ બાદ અમદાવાદ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ટીમે આજે બપોરે પીરાણા વિસ્તારમાં આવેલ તમામ વેર હાઉસ પર રેડ મારી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોટેશયમ, હાઇડ્રોજન પેરોક્સાઈડ, સોડિયમ હેકસામેટ સહિતના રસાયણોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તો અનેક પ્રકારના કેમિકલ ભરેલા ડ્રમ પણ મળી આવ્યા હતા.
કોર્પોરેશનની દક્ષિણ ઝોનની ટીમે 3 વેર હાઉસ સીલ કર્યા
અધિકારીના જણાવ્યા પ્રમાણે કોર્પોરેશને શાહ વેર હાઉસ, તો રાણીપુર પાટિયા પાસે આવેલ 2 એકમો સીલ કરી દીધા છે. કોર્પોરેશનની ટીમે જ્યારે આ સ્થળો પર રેડ પાડી ત્યારે મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના જ્વલનશીલ કેમિકલો મળી આવ્યા હતા.