અચાનક કારપર કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ
કાર અથડાયા બાદ કારમાં આગ લાગતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી પતિ-પત્નીને બચાવી લેવાયા પણ દાદી અને તેમની 2 પૌત્રી આગમાં ભડથું થયા
મહેસાણા: વડનગરના કરબટિયા ગામના રાજેશભાઇ રણછોડભાઈ પટેલ તેમના પત્ની વર્ષાબેન પટેલ અને બે દીકરીઓ હેની અને આસ્થા તેમજ તેમની માતા અંબાબેન સાથે કારમાં અંબાજી જઇ રહ્યા હતા. અચાનક ખેરાલુ તાલુકાના નાનીવાડા પાટિયા પાસે તેમની કાર ઝાડ સાથે અથડાઇ હતી. જે બાદ તરત જ કારમાં આગ ભભૂકી ઉઠતા દાદી અંબાબેન અને તેમની બે પૌત્રી આગમાં જીવતા ભુંજાયા હતા.
સ્થાનિકો દ્વારા કાર ચાલક રાજેશભાઇ અને તેમની પત્નીને બચાવી લેવાયા
સ્થાનિકોને ઘટનાની જાણ થતા ભારે જહેમત બાદ કારચાલક રાજેશભાઇ અને તેમની પત્ની વર્ષાબેનને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં રહેતો મુળ વડનગરનો પરિવાર અંબાજી દર્શને જઇ રહ્યા હતા
અમદાવાદ રહેતા અને મુળ વડનગરના કરબટિયા ગામના પટેલ પરિવારે આજે વહેલી સવારે અંબાજી દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે અગમ્ય કારણોસર GJ01-KR-1531 નંબરની CNG કિટવાળી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદ એકા એક કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કરબટિયા ગામના પટેલ પરિવારની બે દીકરી અને તેમનાં દાદી બળીને ભડથું થઈ ગયાં હતાં.
- અચાનક કારપર કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ
- કાર અથડાયા બાદ કારમાં આગ લાગતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી પતિ-પત્નીને બચાવી લેવાયા પણ દાદી અને તેમની 2 પૌત્રી આગમાં ભડથું થયા