• ગોતા હાઉસિંગ કોલોનીમાં 3 દિવસ પહેલા રમતા – રમતા 7 વર્ષની ખુશી રાઠોડ ગુમ થઇ હતી
  • પ્રાથમીક તપાસમાં પ્રમાણે દીકરીના માતાના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો. જેને કારણે પરીવારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો
7 વર્ષિય ખુશી

અમદાવાદ:સોલા વિસ્તારમાં આવેલા ગોતા હાઉસિંગ કોલોનીમાં છેલ્લા 3 દિવસ પહેલા રમતા – રમતા ગુમ થયેલી 7 વર્ષની ખુશી રાઠોડની લાશ આજે સાંજે ઓગણજ વિસ્તારમાં આવેલ ટોલનાકા પાસી મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઇ છે. પરિવારજનોની ફરીયાદ બાદ સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે પણ ખુશીને શોધવા માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી.

સોલા પોલીસને આ ઘટના અંગે જાણ થતા તત્કાલ અસરથી ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દીકરીના માતાના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હોવાની વાતો મળી હતી અને આ કારણથી જ પરીવારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પોલીસને તેના પરીવારમાંથી પણ કોઇની સંડોવણી હોવાની શંકા સેવી છે.

પોલીસે ઘટના સ્થળેથી જણાવ્યા પ્રમાણે ખુશીની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી લાશને ફેકી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી. હાલ બાળકની લાશ પોસ્ટ મોટમ માટે લઇ જવામાં આવી છે જ્યા તેના DNA નો રીપોર્ટ પણ કરવામાં આવશે. આવતી કાલે પોલીસ આ અંગે કોઇ ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.

ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી છે

જોકે આ સમગ્ર કેસમાં ગોતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં જાણભેદુનો હાથ ગોવાની આશંકા સેવી છે. જ્યારે એક વ્યક્તિની અટકાયત પણ કરી હોવાની વાત સામે આવી છે. તો કેટલાક લોકોની પુછપરછ પણ શરી કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud