• ગુજરાતમાં હાલ મોટાભાગના વેપાર-ધંધા ખુલી ગયા છે. પરંતુ હજુ સુધી કલાજગત બંધ છે.
  • સરકારે કહ્યું કે નવરાત્રીના આયોજનને લઇને વિચારણા કરી રહી છે. તો અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને નવરાત્રીના આયોજનને પરવાનગી ન આપવા કહ્યું છે.
  • ખાનગી ચેનલમાં નવરાત્રીને લઇને ચાલી રહેલ ચર્ચામાં જ્યારે અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તેમને લુટારા કહ્યા હતા.
અભિસાષ ઘોડા

અમદાવાદ. ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો વિસ્ફોટ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતીઓનો માનીતો તહેવાર નવરાત્રી નજીક આવી રહી છે અને આ તહેવારને લઇને હવે ગુજરાતમાં નવું મહાભારત શરૂ થયું છે. એક બાજુ સરકારે કહ્યું કે નવરાત્રીના આયોજનને લઇને વિચારણા કરી રહી છે. તો અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખીને નવરાત્રીના આયોજનને પરવાનગી ન આપવા કહ્યું છે. તો બીજી તરફ ગુજરાતી ફિલ્મના નિર્દેશક અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને લુટારા કહેતા વિવાદ વધુ વકર્યો છે.

ડો. વસંત પટેલ

નીતિન પટેલના નિવેદન બાદ મેડિકલ એસો.એ સરકારને લખ્યો હતો પત્ર

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન કર્યું હતું કે સરકાર નવરાત્રીના આયોજનને લઇને વિચારણા કરી રહી છે અને જલ્દી આ અંગેની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના કેસનો વિસ્ફોટ થઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 32 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1.12 લાખ થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે. તો 92 હજારથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે.

બધા વેપાર-ધંધા ખુલી ગયા છે પણ હજુ કલાજગત બંધ છે: અભિલાષ ઘોડા

અભિલાષ ઘોડાના કહેવા પ્રમાણે ગુજરાતમાં હાલ મોટાભાગના વેપાર-ધંધા ખુલી ગયા છે. પરંતુ હજુ સુધી કલાજગત બંધ છે. આ પરિસ્થિતિમાં સૌથી પહેલા કલા જગત બંધ થયું હતું અને હજુ બંધ જ છે. એડિટોરિયમ બંધ છે. કાર્યક્રમો થતા નથી. તહેવારોમાં કલાકારોને કામ નથી રહ્યા. જો નવરાત્રી પણ નહીં થાય તો સૌથી પહેલા નાના કલાકારો અને તહેવારો પર નભતા લોકોને મોટો ફટકો પડશે.

મામલો શું કામ વધ્યો

ગુજરાતની એક ખાનગી સમાચાર ચેનલમાં નવરાત્રીને લઇને ચાલી રહેલ ચર્ચામાં જ્યારે અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તેમને લુટારા કહ્યા. તેને પગલે મામલો વધુ ઉગ્ર બન્યો. અભિલાષ ઘોડાએ વધુમાં કહ્યું કે ગરબાએ મનોરંજન ની પણ તેની સાથે ઘણા લોકોની રોજીરોટી જોડાયેલી છે. આવા સમયે ગરબાને મર્યાદિત સંખ્યામાં મંજુરી મળવી જોઇએ. તેમણે કહ્યું કે હું સમગ્ર ડોક્ટરી આલમનો વિરોધ નથી કરી રહ્યો. જે લોકો તેમની જવાબદારી અને ફરજ ન હોવા છતાં સરકારને પત્ર લખ્યો છે. સમગ્ર ડોક્ટરી આલમ આ પાઘડી પોતાના માથે ન પહેરે.

તબીબોની માફી માંગે અભિલાષ ઘોડા

અમદાવાદ મેડિકલ એસોસિએશનના વરિષ્ઠ સભ્યો ડૉ વસંત પટેલે કહ્યું કે મોટા કાર્યક્રમોથી રોગચાળામાં વધારો થશે. અમે નિયમ બનાવનારા નથી. અમે અમારા સુચનો કહ્યા છે. મોટા કાર્યક્રમો થશે તો કલાકારો, આવનારા લોકોની સંખ્યા મોટી હશે અને તેનાથી સંક્રમણ વધશે તો તેમના ત્યારે તમે શું કરશો. છુટછાટ કેવી રીતે આપવી, SOP કઇ રીતે બનાવવી એ સરકારનો નિર્ણય છે. અભિલાષભાઇ કહ્યું કે ડૉક્ટરો લુટે છે તે ખોટું છે. તે તેમના નિવેદન માટે માફી માંગે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud