• શાકભાજી વેપારી પાસેથી ગેરકાયદેસર રૂ. 100 ની લાંચ લેતા બે પોલીસ કર્મી ઝડપાયા
  • ગાયકવાડ હવેલી PCR વાન-40 નંબરના પોલીસ કર્મીઓએ તે જગ્યા પર છોટા હાથી રાખવા અને વેચાણ કરવા માટે વેપારી પાસેથી દરરોજ 50 થી 100 રૂ. ની ગેરકાયદે માંગણી કરી હેરાન કરતા
  • એન્ટી કરપ્શનની ટીમે ફરીયાદના આધારે ટ્રેપ ગોઠવી લાંચિયાઓને પકડી પાડ્યા

અમદાવાદ. શહેરમાં લાંચ રુશ્વતનો એક અનોખો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્માઓને ACB (Anti Corruption Bureau) એ લાંચ કેસમાંરંગે હાથ ઝડપી લીધા છે. જેમાં આ 3 આરોપી પોલીસ કર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી ગેર કાયદે 100 રૂ. ના લાંચની માંગણી કરતા હતા. જેને પગલે શાકભાજીના વેપારીએ પોલીસ ફરીયાદ કરી હતી. જેને પગલે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી.

શું હતો કિસ્સો

મળતી માહિતી પ્રમાણે 3 પોલીસ કર્મીઓ શાકભાજીની લારી ચલાવતા વેપારી પાસેથી રોજ 50 થી 100 રૂની માંગણી કરતા હતા. વેપારી જગન્નાથ મંદિરના ગેટ નં 4 ની આગળ દુકાન નંબર 48 ની પાછળના ભાગે શાકમાર્કેટમાં ટમેટનું વેચાણ કરતો હતો. જ્યાં ગાયકવાડ હવેલી PCR વાન-40 નંબરના પોલીસ કર્મીઓએ તે જગ્યા પર છોટા હાથી રાખવા અને વેચાણ કરવા માટે વેપારી પાસેથી દરરોજ 50 થી 100 રૂ. ની ગેરકાયદે માંગણી કરી હેરાન કરતા હતા.

ACB ની ટીમે ટ્રેપ ગોઠવી રંગે હાથ ઝડપી લીધા

જેની ફરીયાદ વેપારીએ પોલીસને જાણ કરી હતી અને એન્ટી કરપ્શનની ટીમે ફરીયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી અને વેપારી પાસેથી 100 રૂ.ની લાંગની માંગણી કરતાં ACB એ 3 પોલીસ કર્મીઓ PCR વાન નંબર-40 ના ડ્રાઇવર દિલીપચંદ્ર બારોટ,PCR વાન ઇન્ચાર્જ હેડ કોન્ટેબલ ક્રિષ્ના બારોટ અને PCR વાન ઓપરેટર પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડામોરની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud