• સાસુ વહુ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા મામલો લોહીયાળ બન્યો
  • ઉગ્ર ઝગડો થતા પાડોશીએ દરવાજો ખખડાવ્યો, અચાનક રૂમમાં અવાજ શાંત થયો
  • પુત્રવધુએ સાસુને લોખંડા રોડથી માર મારી કરી હત્યા
  • મારી નાંખ્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્લાન સફળ ન રહ્યો


અમદાવાદ. બુધવારે સાસુ-વહુ વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. જેમાં સાસુની હત્યા કર્યા બાદ પુત્રવધુ દોઢ કલાક સુધી લોહી સાફ કરતી રહી હતી. જ્યારે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને રૂમમાં પુરાવાનું નાટક કર્યુ હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં રોયલ્સ હોમમાં 103 નંબરનાં મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે, પાડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહતો અને અચાનક અવાજ શાંત પડી ગયો હતો. પાડોશીઓને લાગ્યું કે, ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદર બાજુ તો ખૂનીખેલ ખેલાયો હતો. પુત્રવધુએ સાસુને મોતના ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી પુત્રવધૂ નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવી દેવાની કોશિશ કરી હતી. જેમાં તેના હાથ પણ દાઝ્યા હતા. આ ઘટના દરમ્યાન નિકિતાનો પતિ દિપક સીડીઓથી ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે માતાની લાશ લોહીમાં લથપથ હતી. સોલા પોલીસે સાસુની હત્યાને લઈને પુત્રવધૂ નિકિતાની ધરપકડ કરી છે.

આરોપી નિકીતાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા. રાજસ્થાનનો આ અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહે છે.

લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહિ દેતા તેમજ મ્હેંણાં ટોણા મારતા હતા. જેથી હત્યા કરી હોવાનું નિકિતાએ પોલીસ તપાસમાં જણાવ્યું હતુ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud