• કંપનીના ભાગીદાર CA હોવાથી ઘણી કંપનીઓને મોટી લોન આપતા હતા.
  • લોન આપનાર કંપનીએ લોન ન ભરતા તપાસમાં ટ્રુ વેલ્યુ ગ્રુપનું નામ સામે આવ્યું.

અમદાવાદ. જાણીતા બિલ્ડર ટ્રુ વેલ્યુ ગ્રુપ પર ED એ દરોડા પડ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ટ્રુ વેલ્યુ ગ્રુપની અમદાવાદની ઓફિસ તથા રહેઠાણ સહિતના ગ્રુપના અન્ય ભાગીદારોને ત્યા દરોડા પાડ્યા હતા.

ટ્રુ વેલ્યુ ગ્રુપની શહેરના સેટેલાઇટ રોડ પર આવેલી ઓફિસ પર સાંજે ED ના અધિકારીઓએ રેડ પાડતા બિલ્ડર લોબીમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ટ્રુ વેલ્યુ ગ્રુપમાં મોટા પાયે ગેરરીતિ કરવા હોવાની બાતમી મળી હતી.

ટ્રુ વેલ્યુ બિલ્ડર ગ્રુપમાં અન્ય ભાગીદારો સમીર મહેશ્વરી અને મનિષ શાહ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીના ભાગીદાર મનિષ શાહ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને તેણે ઘણી મોટી કંપનીને મોટી લોન આપવાનું કામ કરે છે. લોન લેનાર કંપનીઓએ લોન ભરપાઇ નહીં કરતા તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસના છેડા ટ્રુ વેલ્યુ કંપની સુધી પહોંચતા ED કંપનીએ બાતમીના આધારે રેડ પાડી છે. હજુ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud