• પોલીસની રેડમાં દારૂની 506 પેટીમાં 6072 બોટલ ઇંગ્લિશ દારૂની મળી આવ્યો હતો.
  • ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા હતા
  • PCBની ટીમે આરોપીઓને પકડી કુલ 31,09,120 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.
  • આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું

અમદાવાદ. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધામાં બૂટલેગરના અવનવા કીમિયા સામે આવે છે ત્યારે હવે બૂટલેગર પણ રીતસર ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટના ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા હતા. ત્યાર બાદ તેઓ રિક્ષા, બાઇક કે જે સાધન મળે એના વડે બિન્દાસ્ત દારૂની ડિલિવરી શહેરમાં કરતા હતા. પીસીબીએ બાતમીના આધારે દાણીલીમડાના કૂબ એસ્ટેટના ગોડાઉનમાં દરોડા પાડી રૂ, 31.09 લાખની કુલ દારૂની 506 પેટીમાં 6072 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કરી ત્રણ બુટલેગરની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર PCBની ટીમને બાતમી મળી હતી કે અલ કુબ એસ્ટેટ દાણીલીમડામાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો પડ્યો છે, જેથી PCBની ટીમે રેડ કરી હતી, પણ પોલીસને જે બાતમી હતી તેના કરતાં બહુ મોટો દારૂનો જથ્થો ત્યાં મળી આવ્યો હતો. પોલીસને આ ગોડાઉનમાંથી 506 દારૂની પેટી મળી આવી હતી. જેમાંથી રૂ, 31 લાખની કુલ 6072 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ગોડાઉનમાંથી રૂ.31 લાખનો દારૂ, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ,31.09લાખની માતાનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જયારે એક ને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ સમગ્ર રેકેટમાં પોલીસે અમદાવાદના રહેવાસી ઇસતીયક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે, જ્યારે આ પ્રકરણમાં ઈલિયાસ સૈયદ હજી વોન્ટેડ છે, જેની પાસેથી અમદાવાદના દારૂના કેરિયરની વિગતો જાણવા મળશે, એવું તપાસ એજન્સી પાસેથી જાણવા મળી રહ્યું છે.

લોકડાઉનમાં ત્રણ શખ્સ ભેગા મળીને દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખા ગોડાઉન રાખીને દારૂનો સ્ટોક કર્યો

પીસીબી પોલીસે પકડાયેલા ત્રેણએ વેપારીઓની પુછપરછ કરતા ચોંકવનારી વિગતો સામે આવી છે. લોકડાઉનમાં ત્રણ શખ્સ ભેગા મળીને દારૂનો ધંધો કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આરોપીઓ આખા ગોડાઉન રાખીને દારૂનો સ્ટોક કરવા લાગ્યા હતા. સતત ગોડાઉન બદલતા રહેતા દારૂના વેપારીઓને PCBએ દાણીલીમડા ખાતે રેડ કરીને ઝડપી લીધા છે. આ દારૂ રાખવા માટે આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ પહેલાં તેઓ લોકડાઉન સમયથી આ રીતે બે-ત્રણ દિવસ માટે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા. જ્યારે આરોપીઓ નાના બૂટલેગરને ડિલિવરી આપવા જતા હતા ત્યારે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. હવે આખા અમદાવાદમાં દારૂના કેરિયરની વિગત બહાર આવે એવું પોલીસ માની રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud