ઇનકમ ટેક્ષની ટીમે વહેલી સવારે 8 વાગ્યાથી બિલ્ડરના નિવાસ સ્થાન, ઓફિસ સહિતની જગ્યાઓ પર દરોડા પાડ્યા
કરોડોની કરચોરી પકડાય તેવી સંભાવના
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ પોપ્યુલર બિલ્ડર ફરી શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. અમદાવાદમાં આવકવેરા વિભાગે આજે વહેલી સવારે પોપ્યુલર બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડ્યાં હતા. આવકવેરા વિભાગની ટીમે પોપ્યુલર ગ્રુપના તમામ બિલ્ડર તથા તેમની સાથે સંકળાયેલા બિલ્ડરોના નિવાસ સ્થાન, ઓફિસ અને વ્યવસાયના સ્થળ પર દરોડા પાડ્યાં હતા. આઈટીએ લગભગ 25 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ આરંભી હતી. ઇનકમ ટેક્ષની ટીમે દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સીહતના સંચાલકોને ત્યા દરોડા પાડ્યા છે. દરોડામાં કરોડોની કરચોરી પકડાવવાની શકયતા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે રાજકોટ વિંગ પણ તપાસમાં જોડાઈ છે
મળતી પ્રાથમીક માહિતી પ્રમાણે આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે સવારે પોલીસની મદદથી જાણીતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડ્યાં હતા. શહેરના નવરંગપુરા સહિત લગભગ 25 સ્થળો ઉપર વહેલી સવારે 8 વાગ્યાથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આઈટીની તપાસમાં કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળ્યાં હોવાનું પણ જાણવા મળે છે. આ ઉપરાંત નાણાકીય વ્યવહારના મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે પોપ્યુલર બિલ્ડર જૂથ ઉપર મોટાપાયે દરોડા પાડતા અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. આઈટીની તપાસમાં કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે.
- ઇનકમ ટેક્ષની ટીમે વહેલી સવારે 8 વાગ્યાથી બિલ્ડરના નિવાસ સ્થાન, ઓફિસ સહિતની જગ્યાઓ પર દરોડા પાડ્યા
- કરોડોની કરચોરી પકડાય તેવી સંભાવના