IT એ આ દરમિયાન પોપ્યુલર ગ્રુપના 3 ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા અને 14 બેન્ક લોકર સીલ કર્યા
'તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારા રૂપિયા જોઈને તે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે. તમે બંને મા-દીકરી લૂટેરી છો.' - પુત્રવધુ ફીઝુએ અગાઉ આરોપ લગાડ્યા હતા
પોપ્યુલર ગ્રુપના રમણ પટેલના 25 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધરાયો
અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર જૂથના રમણ પટેલને ત્યા આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પોપ્યુલર બિલ્ડરને ત્યા એક સાથે 25 જગ્યા પર ઇન્કમટેક્સ વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી. IT એ આ દરમિયાન પોપ્યુલર ગ્રુપના 3 ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા હતા, તેમજ 14 બેન્ક લોકર સીલ કર્યા હતા. કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલા ડેટાને પણ સીલ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે પુત્રવધુની ઘરેલુ હિંસાની ફરિયાદ કેસમાં પોપ્યુલર બિલ્ડર જૂથના રમણ પટેલ અને તેમનો દીકરો મોનાંગ જેલમાં છે.
પોપ્યુલર ગ્રુપના રમણ પટેલના 25 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધર્યો હતો. દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિત અનેક લોકોને ત્યા આઇટીના દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ગુરૂવાર વહેલી સવારે આઠ વાગ્યાથી જ ઇન્કમટેક્સ વિભાગની ટીમ અલગ અલગ જગ્યાએ કાર્યવાહીમાં જોડાઇ હતી. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ વિવાદમાં રહ્યા છે. પુત્રવધુને ઘરેલુ હિંસાનો કેસ પરત ખેચવા માટે તેમણે અઢી કરોડ રૂપિયા આપ્યા હોવાનું પણ જાણવા મળે છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ પિતા-પુત્ર પર ઘરેલુ હિંસાની ફરિયાદ કરી હતી.આ મામલે પોલીસે બિલ્ડર રમણ પટેલ, તેમના પત્ની અને પુત્રની ધરપકડ કરી હતી.
પુત્રવધુ ફિઝુનો આરોપ હતો કે, ગત 1 ઓગસ્ટે તેની પુત્રીનો જન્મ દિવસ હોવાથી ઉજવણી રાખવામાં આવી હતી. ઉજવણી પૂરી થયા બાદ પરિણીતાના પતિ, સાસુ સસરા, અને માતા પિતા સાથે બેઠા હતા. આ દરમિયાન તેના સાસુ-સસરા ફરિયાદી અને તેની માતાને મહેંણા ટોંણા મારવા લાગ્યા હતા કે, 'તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારા રૂપિયા જોઈને તે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે. તમે બંને મા-દીકરી લૂટેરી છો.' આમ કહીને પરિણીતાના સસરાએ ફરિયાદીને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકવા માટે પતિને ઉશ્કેર્યો હતો. ત્યારબાદ પરિણીતાના પતિએ તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન પરિણીતાના પિતાએ પણ તેના સાસરિયાંને સહકાર આપીને બંને મા-દીકરીને માર મારો તેવું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફિઝુના પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લીધા છે.
- IT એ આ દરમિયાન પોપ્યુલર ગ્રુપના 3 ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા અને 14 બેન્ક લોકર સીલ કર્યા
- 'તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, અમારા રૂપિયા જોઈને તે મારા દીકરા સાથે લગ્ન કર્યાં છે. તમે બંને મા-દીકરી લૂટેરી છો.' - પુત્રવધુ ફીઝુએ અગાઉ આરોપ લગાડ્યા હતા
- પોપ્યુલર ગ્રુપના રમણ પટેલના 25 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધરાયો