• પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે બપોરે બ્લાસ્ટ બાદ આગ લાગતા અફરા-તરફી સર્જાઇ
  • બ્લાસ્ટને કારણે કેમીકલ ફેક્ટરીની આસપાસ આવેલી કંપનીની છત ધરાશાયી થઇ
  • કંપનીના ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા અને 9 ના મોત

અમદાવાદ. પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની છે. આગને પગલે ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેની અસર આસપાસના 9 ગોડાઉનને થઈ હતી. દરમિયાન કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આગ અકસ્માતને પગલે 9 ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા.

બુધવારે બપોરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી કેમીકલ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગવાની ઘટના થઇ હતી. બ્લાસ્ટને કારણે કેમીકલ ફેક્ટરીની આસપાસ આવેલી કંપનીની છત ધરાશાયી થઇ હતી. જેને કારણે કંપનીઓના ગોડાઉનોમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9નાં મોત થઈ ગયાં છે. અને 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર ફાયરની ટીમ દ્વારા હાલ રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી રહી છે. સાંજ સુધી ફાયરબ્રિગેડની 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud