દિનેશ શર્માએ કહ્યું કે મેં પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે, પણ હજું હું કોંગ્રેસનો જ સૈનિક છું
કોંગ્રેસના જ MLA હિંમત સિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે ચાલી રહ્યું હતું કોલ્ડ વોર
અમદાવાદ. જેનો છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો તેવા અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ અંગત કારણો સર રાજીનામું આપી દીધું છે. દિનેશ શર્માએ રાજીનામું આપતા જણાવ્યું કે મે પાર્ટીના હિતમાં રાજીનામું આપ્યું છે, પણ હું કોંગ્રેસનો સૈનિક તો છુ જ.
કોંગ્રેસના જ નેતાઓએ રાજીનામાની માંગ કરી હતી
મહત્વનું છે કે કોંગ્રેસના જ નેતાઓ દ્વારા AMC ના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાની માંગ કરી હતી. દિનેશ શર્મા જ્યારથી અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા બન્યા ત્યારથી તે વિવાદમાં ચાલી રહ્યા હતા.
કોંગ્રેસના જ ધારાસભ્ય હિંમત સિંહ અને દિનેશ શર્મા વચ્ચે ચાલી રહ્યું હતું કોલ્ડ વોર
તમને જણાવી દઇએ કે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે અનેક નામો ચાલી રહ્યા હતા. પણ તે સમયે દિનેશ શર્મા અને બાપુનગરના MLA હિંમત સિંહ પટેલના નામ મોખરે હતા. ત્યારે દિનેશ શર્માની અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકેના નામની જાહેરાત થઇ ત્યારથી દિનેશ શર્મા અનને MLA હિંમત સિંહ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું હતું. મહત્વનું છે કે ધારાસભ્ય હિંમત સિંહ પટેલનો સાથ કોંગ્રેસના જ અન્ય કેટલાક ધારાસભ્યો પણ આપી રહ્યા હતા.
કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માના રાજીનામાની અનેક વાર માંગ ઉઠી હતી. પણ કોંગ્રેસે તેમની માંગ ફગાવતા પેટા ચુંટણીની તૈયારીનું બાનુ આગળ ધર્યું હતું. તમને જણાવી દઇએ કે આ પહેલા કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાજીવ સાતવને પત્ર લખીને કહ્યું હતું કે દિનેશ શર્માને હાલ તેમના સ્થાન પરથી હટાવવા ન જોઇએ. કોંગ્રેસના દિગ્ગજ નેતા બદરૂદ્દીન શેખનો કાર્યકાળ પુરો થયા બાદ દિનેશ શર્માને AMC ના વિપક્ષના નેતાની જવાબદારી સોપવામાં આવી હતી.