રીવરફ્રન્ટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ
રાતના અને સાંજના સમયે અહીયા એકલ દોકલ વ્યક્તિને કે કપલને લૂંટી લેવાના બનાવો સામાન્ય બની રહ્યાં છે.
રાતના સમયે અત્યારે કેમ બેઠા છો તેમ કહીને છરી કાઢી હતી અને યુવતીના ગળા પર મુકીને પર્સ અને મોબાઇલ ફોનની લૂંટ કરીને ઉસ્માનપુરા તરફ નાસી ગયા
અમદાવાદઃ સાબરમતી રીવરફ્રન્ટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે રીવરફ્રન્ટ ઇસ્ટ અને રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન શરુ કરાયા છે. તેમ છતા, રીવરફ્રન્ટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ છે. ખાસ કરીને રાતના અને સાંજના સમયે અહીયા એકલ દોકલ વ્યક્તિને કે કપલને લૂંટી લેવાના બનાવો સામાન્ય બની રહ્યાં છે. રીવરફ્રન્ટ ઉસ્માનપુરા ખાતે રાતના સમયે બેઠેલા અમદાવાદની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક અને તબીબ યુવતીને બે યુવકોએ છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઇલ ફોન અને પર્સની લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો બનાવ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નારણપુરા ખાતે રહેતો 26 વર્ષીય મીત સોની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેની સગાઇ અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલી હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી યુવતી સાથે થઇ હતી. ગત 4 ઓક્ટોબરના રોજ રાતના બંને જણા નાસ્તો લઇને ઉસ્માનપુરા સાબરમતી રીવરફ્ર્ન્ટ પાસે બેઠા હતા. રાતના દોઢથી બે વાગ્યાના સુમારે બે યુવકો બાઇક પર આવ્યા હતા અને રાતના સમયે અત્યારે કેમ બેઠા છો તેમ કહીને છરી કાઢી હતી અને યુવતીના ગળા પર મુકીને પર્સ અને મોબાઇલ ફોનની લૂંટ કરીને ઉસ્માનપુરા તરફ નાસી ગયા હતા. હાલ આ અંગે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરુ કરી છે. રીવરફ્રન્ટ પર જે રીતે ગંભીર બનાવો વધી રહ્યા છે તે બાબત ચિંતાજનક છે.
- રીવરફ્રન્ટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઇ
- રાતના અને સાંજના સમયે અહીયા એકલ દોકલ વ્યક્તિને કે કપલને લૂંટી લેવાના બનાવો સામાન્ય બની રહ્યાં છે.
- રાતના સમયે અત્યારે કેમ બેઠા છો તેમ કહીને છરી કાઢી હતી અને યુવતીના ગળા પર મુકીને પર્સ અને મોબાઇલ ફોનની લૂંટ કરીને ઉસ્માનપુરા તરફ નાસી ગયા