• ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી
  • અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

અમદાવાદ. ગોતા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ નીચે ટ્રકના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઇ મોટી જાનહાની નથી થઇ.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ડમ્પરનું હાઇડ્રોલિક ઠાઠું અચાનક ખુલી ગયું હતું. જે ખરેખર ડ્રાઇવરને પણ ખ્યાન ન હતો. આ દરમ્યાન આ ડમ્પર અમદાવાદના એસ. જી. હાઇવે પર અમદાવાદથી ગોતા તરફ જઇ રહ્યું હતું. જ્યા ગોતા ચાર રસ્તા પાસે આવેલ ઓવર બ્રિજ નીચેથી ગોતા ગામમાં જઇ રહ્યું હતું. દરમ્યાન અચાનક આ ડમ્પરનું હાઇડ્રોલિક ઠાઠું ખુલી ગયું હતું. વાયરલ થયેલ વીડિયોમાં જોતા એવું લાગી રહ્યું છે કે આ ઠાઠું ખુલ્યાનું ખુદ ડ્રાઇવરને પણ ખ્યાન ન હતો અને તેણે ડમ્પર બ્રિજ નીચેથી ગોતા ગામ તરફ જવા વળાંક માર્યો ત્યારે ડમ્પરનું ઠાઠું પહેલા ટેલિફોનના કેબલ તોડ્યો હતો અને ત્યાર બાદ બ્રિજની દિવાલ સાથે અથડાઇ ગયું હતું.

જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઇ મોટી જાનહાની થઇ ન હતી. આ અકસ્માત થયો ત્યારે ડમ્પર પાસેથી 2 મહિલા પસાર થઇ રહી હતી. ડમ્પરનું હાઇડ્રોલિક ઠાઠું બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાવાનો અવાજ આવતા આ બંને મહિલાઓ તે જગ્યાએથી પોતાને બચાવવા દોટ મુકી હતી. ડમ્પર પાછળ આવનાર એક કાર ચાલકે સમગ્ર વીડિયો શુટ કર્યો હતો અને આ આખી ઘટના તેના કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud