• પોપ્યુલર ગૃપના રમણ પટેલ અને દશરથ પટેલ સામે રૂ. 3 કરોડની મિલ્કત પચાવવાના ષડયંત્ર સામે પોલીસ ફરિયાદ
  • અગાઉ પોપ્યુલર ગૃપના સંચાલકો પુત્રવધુને હેરાનગતિ અને ઇન્કમટેક્સના દરોડા મામલે ચર્ચામાં રહી ચુક્યા છે.
  • નવી ઓફિસ બની જશે એટલે ભાડાની ઓફિસ ખાલી કરીશું તેવો વિશ્વાસ આપી અડિંગો જમાવ્યો
  • એડવોકેટ મારફતે ભાડાની ઓફિસ ખાલી કરવા માટે નોટીસ મોકલાવ્યા બાદ પણ બે ત્રણ વર્ષ ખેંચ્યા

અમદાવાદ. જાણીતા પોપ્યુલર ગૃપના બિલ્ડરે વસ્ત્રાપુર ખાતે આવેલા ન્યુયોર્ક ટાવરમાં ઓફિસ ભાડે લઇને રૂ. ત્રણ કરોડની મિલ્કપ પચાવી પાડવા અડિંગો જમાવ્યો હતો. માલિકે વારંવાર દુકાન ખાલી કરવા માટે નોટીસ મોકલવા છત્તા પોપ્યુલર ગૃપના સંચાલકોના પેટનું પાણી ન હાલતા આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંખવામાં આવી હતી.

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ ડાહ્યાભાઇ બારોટે, પોપ્યુલર ગૃપના રમણ પટેલ અને દશરથ પટેલ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવેલ વિગતો અનુસાર, શહેરના થલતેજ ગામની સીમમાં સેજલીયા એસોશિયેસન દ્વારા ન્યુયોર્ક ટાવર નામની સ્કિમ શરૂ કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2010 માં 8 માં માળે ગોવિંદભાઇ બારોટની ઓફિસ પોપ્યુલર ગૃપના રમણ પટેલ અને દશરથ પટેલ દ્વારા 11 મહિના 29 દિવસ માટે ભાડે રાખવામાં આવી હતી. નવી ઓફિસનું બાંધકામ ચાલતું હોવને કારણો ઓફિસ ભાડે રાખવાની છે. નવી ઓફિસનું કામ પતે એટલે તાત્કાલિક અસરથી ભાડાની ઓફિસ ખાલી કરી દઇશું તેમ પણ જણાવ્યું હતું.

ઓફિસ ભાડે રાખવાની નિયત સમયમર્યાદા પુર્ણ થયા બાદ પણ રમણ પટેલ અને દશરથ પટેલ દ્વારા ઓફિસ ખાલી કરવામાં આવી ન હતી. જેથી 25 ઓગસ્ટ, 2011ના રોજ એડવોકેટ મારફતે તેમને નોટીસ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ પણ ઓફિસ ખાલી કરવામાં આવી ન હતી. અને થોડા સમયમાં ઓફિસ ખાલી કરી દઇશું તેમ કહીને બીજા બે ત્રણ વર્ષ કાઢી નાંખ્યા હતા.

ત્યાર બાદ ભગવાનનો ભરોષો આપીને વઘુ એક વર્ષ માટે ઓફિસ ભાડે રાખી હતી. તેની સમયમર્યાદા પુર્ણ થયા બાદ ફ્લેટનો કબ્જો મેળવવા જતા ઓફિસ અમારી છે. ઓફિસમાં પગ મુકશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આખરે ત્રસ્ત ગોવિંદભાઇ ડાહ્યાભાઇ બારોટે , પોપ્યુલર ગૃપના રમણ પટેલ અને દશરથ પટેલ સામે રૂ. 3 કરોડની મિલ્કત પચાવી પાડવા ષડયંત્ર કરનાર રમણ પટેલ અને દશરથ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ પુત્રવધુ ફીઝુ પટેલને હેરાનગતી, ઇન્કમટેક્સના દરોડા તથા અન્ય મામલે પોપ્યુલર ગૃપના રમણ પટેલ અને દશરથ પટેલ ચર્ચામાં રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud