• લોજ બચાવવા પોલીસે મોડે-મોડે ગુનો નોંધ્યો
  • નીતિન પટેલ જાહેરમાં માફી માંગે નહીં તો ઝલદ આંદોલનો થશેઃ દલીત સમાજ

અમદાવાદ. મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉત્સાહના અતિકરેકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા વિશે જાતિ સૂચક શબ્દો નો પ્રયોગ હવે DyCM નીતિનભાઈ પટેલ ને ભારે પડી રહ્યો છે. 24 કલાક માં માફી માંગવા માટે વિવિધ દલિત સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

હજુ પણ નીતિન પટેલ જાહેરમાં માફી નહીં માંગે તો દલીત સમાજ દ્વારા જલદ આંદોલન થશે

ઘટનામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પેટનું પાણી ના હલતા હવે, દલિત પેંથરના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં આવ્યા હતા. જેને પગલે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગઇ મોડી રાત્રે DyCM નીતિનભાઈ પટેલનું પુતળું સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. તો પુતળા દહન બાદ પણ વિવિધ દલીત સમાજે ચીમકી ઉચ્ચારી હતી કે જો હજી પણ જો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરમાં માફી નહિ માંગે તો ઝલદ આંદોલન થઇ શકે છે.

કૃષ્ણનગર અને મેઘાની નગર ઉંઘતી ઝડપાઇ, પોલીસની લાજ બચાવવા મોડેથી ગુનો નોંધ્યો

જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. સેકટર 2 પોલીસ નીતિન પટેલનાં પૂતળાં બાળવાના કાર્યક્રમને અટકાવવામાં નિષ્ફળ સાબીત થઇ હતી. તો કૃષ્ણનગર અને મેઘાણીનગર વિસ્તારમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી અને પાછળથી આ ઘટનામાં પોતાની લાજ બચાવવા માટે દલિત કાર્યકરોએ પૂતળાં બાળતાં લોકો સામે ગુનો નોંધ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud