SG હાઇવે પર ચાલુ કારમાં ફાયરિંગ કરતો કરતો હોય તેવો વીડિયો વાઇરલ
ગઈ કાલે પણ જાહેરમાં ફાયરિંગ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો
સેટેલાઇટ પોલીસે વીડિયોને આધારે કાર જપ્ત કરી, ફરાર આરોપીની શોધખોળ ચાલુ
અમદાવાદ. ગુજરાતના ગુંડા તત્વો પણ જાણે હવે મિર્ઝાપુર જેવી સિરીઝમાં પાત્ર ભજવાતા કેરેક્ટરની રાહ પર જઇ રહ્યા છે. ગત રાત્રે એસ.જી હાઇવે પર ચાલુ કારે યુવકે બંદૂક દેખાડી ફિલ્મી સ્ટાઉલમાં ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છાટકા થઇને ફિલ્મી સ્ટાઇલમાં વિડીયો બનાવવાની લ્હાયમાં યુવકનો વિડીયો વાઇરલ થતા સુરક્ષા સામે સવાલ ખડા કરી રહ્યા છે. જો કે રોફ જમાવવા માટે કરેલી બંદુક લાયસન્સ વાળી છે કે નહિ તે અંગે પોલીસ તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કારના કાચ કાળી ફિલ્મ વાળા હતા. અને નંબર પ્લેટ પણ સરકારના નિયમ પ્રમાણે ન હતી. એક બાજુ પોલીસ નિયમનું પાલન કરવવા સામાન્ય માણસ પાસેથી આકરો દંડ વસુલે છે. રાજ્યની ઘણી ખરી પોલીસની પર્સનલ કારમાં નંબર પ્લેટથી લઇ બ્લેક ફિલ્મના સરકારી નિયમનું પાલન થતું નથી. ફાયરિંગના મામલે સેટેલાઈટ પોલીસે વાઇરલ વીડિયોમાં દેખાતી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. અને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. વાઇરલ વિડીયોમાં કાર ચાલર ફાયરીંગ કરે છે કે નહિ તે વિડીયો પરથી સ્પષ્ટ થતું નથી. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલે વધુ માહિતી બહાર આવશે.
https://youtu.be/DPCNJispsKk
દાણીલીમડા વિસ્તાર સિવાય બાપુનગરમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો અને ફાયરિંગ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામનો યુવક જાહેરમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરતો હતો. આ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું. જે મામલે વીડિયો બહાર આવતાં બાપુનગર પોલીસ દોડતી થઈ હતી. અને વીડિયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી તલવાર તેમજ ગેરકાયદેસર બંદૂક કબ્જે કરી હતી. બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અમે ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપતા ઉજવણી તેમજ ધમકી આપતા હોય છે. ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇથી PSIનો ડર ગુનેગારોમાં રહ્યો નથી. છેલ્લે કેટલાય દિવસના ઘટનક્રમથી દેખાઇ આવે છે કે, પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારે કમર કસવી પડશે.