ઘણા સમયથી જાહેર સ્થળોએ ફાયરિંગના બનાવો સામે આવી રહ્યા છે
વરરાજાએ ઓપન જીપ પર ઉભા થઇને હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો વાઇરલ થતા પોલીસ હરકતમાં આવી
WatchGujarat. અમદાવાદ શહેરમાં ઘણા સમયથી જાહેર સ્થળોએ ફાયરિંગના બનાવો સામે આવી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં મામલો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસ તંત્રના ધ્યાને આવી રહ્યો છે. વિડીયો વાઇરલ થયા બાદ પોલીસે ફાયરિંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં વરરાજાએ ઓપન જીપ પર ઉભા થઇને હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે વરરાજાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
https://twitter.com/WatchGujarat/status/1337338765413556225?s=19
અમદાવાદમાં લગ્નના વરઘોડામાં વરરાજાએ ઓપન જીપમાં ઉભા થઇને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વિડીયો વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. પ્રાથમિક વિગતો પ્રમાણે, વાઇરલ થયેલો વિડિયો શહેરના ઓઢવ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને બાતમીદારો પાસેથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં એક ઈસમે ઘોડી પર બેસીને એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાની માહિતી મળી હતી. શીવા રાજપૂત નામના યુવકે પોતાના લગ્નના વરઘોડામાં ઘોડી પર બેસીને પિસ્ટલથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ પીસ્ટલ આરોપીના પિતાના નામે લાયસન્સ ધરાવતી હતી. જેથી પોલીસે પીસ્ટલથી ફાયરીંગ કરવાના ગુનામાં આસપાસના લોકોનો જીવ જોખમમાં મુકવા તથા બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.