• કોરોના કાળમાં અનેક પરિવારો વિખેરાયા હતા તો અનેક લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા
  • પેટ્રોલ ના ભાવમાં વધારો થતા તેની સીધી કે આડકતરી અસર અન્ય જરૂરી ચીજવસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે
  • 1 જુલાઇથી દુધના ભાવમાં વધારો લાગુ કરી દેવામાં આવશે – સુત્ર

Watchgujarat. કોરોના કાળમાં પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે વધારાને કારણે લોકોના રોજીંદા જીવનમાં ઉપયોગી એવી જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આખરે મોંઘવારીનો માર વેઠી રહેલી પ્રજા પર વધુ એક બોઝ પડશે. 1 જુલાઇથી અમુલ દ્વારા તમામ પ્રકારના દુધના ભાવમાં રૂ. 2 નો વધારો કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

કોરોના કાળમાં અનેક પરિવારો વિખેરાયા હતા તો અનેક લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. તેવા સમયે દેશમાં પેટ્રોલના ભાવમાં ધીરે ધીરે કરીને વધારો કરવામાં આવતો હતો. પેટ્રોલ ના ભાવમાં વધારો થતા તેની સીધી કે આડકતરી અસર અન્ય જરૂરી ચીજવસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. દુધ લોકોના રોજીંદા જીવનમાં મહત્વનું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ બાદ હવે પ્રજાપર વધુ એક ભાવવધારાનો બોઝ આવી પડ્યો છે. આણંદમાં આવેલી અને દેશ તથા દુનિયામાં જાણીતી અમુલ કંપની દ્વારા દુધ પર રૂ. 2 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પ્રાથમિક સુત્રના જણાવ્યા પ્રમાણે, 1 જુલાઇથી દુધના ભાવમાં વધારો લાગુ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ પણ છૂટી ગઈ છે. અથવા પહેલાં કરતાં ઓછી કમાણી થઈ રહી છે. આ વચ્ચે ઓછી આવકમાં ઘર ચલાવવું પડી રહ્યું છે. તેવામાં ઘરમાં સૌથી આવશ્યક વસ્તુ એવી દૂધના ભાવમાં અમૂલે 2 રૂપિયાનો વધારો કરતાં સામાન્ય લોકોની હાલત કફોડી બની જશે.

અમૂલે તમામ બ્રાન્ડના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ભાવ વધારો કરતાં હવે અમૂલ ગોલ્ડ પ્રતિ લિટર હવે રૂ.58માં મળશે, અમૂલ તાજા પ્રતિ લિટર હવે રૂ.46માં મળશે, અને અમૂલ શક્તિ પ્રતિ લિટર હવે રૂ.52માં મળશે. જો કે, સમગ્ર મામલે અમુલ કંપનીના સત્તાધીશો પાસેથી સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud