કુલ 16,407 મેટ્રીક ટન સાદી રેતી ખનન ચોરી અને વાહનો સહીત ૫૭.૭૭ લાખની ચોરી પકડાઈ
બિનઅધીક્રુત રેતીનું ખોદકામ કરનાર વિરુદ્ધ નોંધાવી ફરીયાદ
ઉમરેઠના સુંદલપુરા ખાતેની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા હતા
ઉમરેઠ પોલીસ મથકે 5 શખ્સો વિરુદ્ધ નોંધાઇ ફરીયાદ
WatchGujarat આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામની સરકારી જમીન પર ડ્રોન સર્વેલન્સની મદદથી કાર્યવાહી કરી ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. જોહન ડિઅર કંપનીના 5 લોકો દ્વારા 16407 મેં.ટન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી કુલ રૂ, 57.77 લાખની ખનીજ ચોરી કરવામાં આવી હતી. ભુસ્તરવિભાગના માઇન્સ સુપરવાઈઝરે ખનીજ ચોરી કરતા 5 લોકો વિરુદ્ધ ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધવી છે.
રાજ્યમાં ખાણ અને ખનીજ શાખા દ્વારા ખનીજ ચોરી પર નજર રાખવા અને ડ્રોન સર્વેલન્સની અદ્યતન પદ્ધતિ છેલ્લા બે વર્ષથી અપનાવવામાં આવી છે. તેમાં 30 થી 35 મિનિટ ડ્રોન ઉડાવી ખનીજ ચોરી પર નજર રાખવામાં આવે છે. જેના ભાગરૂપે ગત તા. 28 ડિસેમ્બર 2020ના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામમાં ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન સુંદલપૂરા ગામ ખાતેની સરકારી જમીનમાં જોહન ડિઅર કંપનીના પેટા કોન્ટ્રાકટર દ્વારા સાદી માટીના બિન અધિકૃત ખનન અને વહનની ગેરરીતિનો સફળ પર્દાફાશ થયો હતો.
https://twitter.com/watchgujarat/status/1347145738170507264?s=21
આ ઇજારદારને સાદી માટીના ખનન અને વહનના જથ્થાની આપવામાં આવેલ પરમીટ કરતા વધુ ખનન અને વહન કરવામાં આવ્યું હતું. જેની તપાસ કરતા 16407 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી કુલ રૂ, 55.52 લાખની ખનીજ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ ખોદકામ મૅટ લોડર મશીન કમ્પાઉન્ડ મશીન રૂ, 2 લાખ અને ટ્રેકટર ટ્રોલી કિંમત રૂ, 25 હજાર મળી કુલ રૂ, 57,77 લાખની ચોરી કરી હતી.
ભુસ્તરવિભાગના માઇન્સ સુપરવાઈઝર સંકેતકુમાર પટેલે ગુજરાત ખનીજ નિયમો-2017ના નિયમ પ્રમાણે ખનીજ ચોરી કરતા રમેશભાઈ આશાભાઈ ઠાકોર (રહે, ઉમરેઠ),મંગળભાઈ શંકરભાઇ ઠાકોર (રહે, ઉમરેઠ), મહેન્દ્રભાઈ હરમણભાઇ ઠોકર (રહે, ઉમરેઠ), માનણભાઈ ઝાલાભાઇ મીર (રહે, સાવલી) અને શૈલેષભાઇ રાજુભાઈ પઢીયાર (રહે, ઉમરેઠ)વિરુદ્ધ ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.